मनोरंजन

દીપિકા પદુકોણ કોકટેલ-ટુમાં દેખાશે, સત્તાવાર જાહેરાત બાકી | Deepika Padukone to appear in Cocktail 2 official announcement awaited



– અભિનેત્રી વેરોનિકાના રોલમાં ફરી જોવા મળશે

મુંબઇ : દીપિકા પદુકોણ હાલ પ્રેગનન્ટ હોવાને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન પણ તેણે શાહરૂખ ખાન સાથે કિંગ ફિલ્મના દ્રશ્યોનું શૂટિંગ કર્યું હતું. હવે અભિનેત્રી કોકટેલ ટુમાં  પણ જોવા મળવાની છે. તે વેરોનિકાના પાત્રમાં જોવા મળશે.જોકે આ ફિલ્મમાં તેનો આ એક કેમિયો માત્ર હશે.ચર્ચા તો એવી પણ છે કે, તેણે પોતાના દ્રશ્યોનું શૂટિંગ પણ કરી દીધું છે. જોકે આ બાબતે સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. દીપિકા થોડા મહિનાઓ હેલા મેડોક ફિલ્મસની ઓફિસમાં  જોવા મળી હતી. ત્યારે લોકોએ તે મહાવતાર ફિલ્મ માટે વાતચીત કરવા ગઇ હશે તેવી અટકળ કરી હતી. પરંતુ અભિનેત્રીને લઇને હાલ ચર્ચા છે કે, તે કોકટેલ ટુમાં વેરોનિકાના બિનધાસ્ત પાત્ર માટે વાતચીત કરવા ગઇ હતી. આ રોલ માટે ફિલ્મસર્જક વારંવાર સંપર્ક કરવામાં આવતો હોવાથી અંતે અભિનેત્રીએ આ રોલ માટે  હા પાડી હતી અને કહેવાય છે કે તેણે પોતાના હિસ્સાનું શૂટિંગ પણ કરી લીધું હતું. 

કોકટેલમાં દીપિકાએ વેરોનિકાની ભૂમિકા ભજવી હતી. કોકટેલ ટુમાં વેરોનિકા પોતાની  ખાસ મિત્ર મીરા અને તેના લવર ગૌતમ સાથે પ્રણય ત્રિકોણમાં ફસાઇ જતી હોય છે. 



Source link

Related Articles

Back to top button