राष्ट्रीय

બંગાળમાં તમે સત્તાનો દૂરુપયોગ કરી રહ્યા છો : ચૂંટણી પંચને હાઇકોર્ટની ફટકાર | You are misusing power in Bengal: High Court reprimands Election Commission



– લોકોના અધિકારો પર કાપ ના મુકી શકો : કલકત્તા હાઇકોર્ટ

– માત્ર બાઇક પર જ પ્રતિબંધ કેમ, કારો પર કેમ નહીં? તેમાં તો લોકો બોમ્બ પણ લઇ જઇ શકે છે : હાઇકોર્ટ

– મતદાનના બે દિવસ અગાઉથી જ બાઇકો પર પ્રતિબંધ મુકતા ચૂંટણી પંચના આદેશને હાઇકોર્ટે ફગાવ્યો, કેટલાક નિર્ણય યથાવત

કોલકાતા : પશ્ચિમ બંગાળની કલકત્તા હાઇકોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવતા કહ્યું હતું કે તમે તમારી સત્તાનો બંગાળમાં દુરુપયોગ કરી રહ્યા છો. બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન યોજાવા જશે એવા સમયે રાજ્યની હાઇકોર્ટે આ ટકોર ચૂંટણી પંચને કરી છે. મતદાનના દિવસે બાઇકોના ઉપયોગ પર જે પ્રતિબંધ મુકવામાં આવ્યો તેને લઇને હાઇકોર્ટે આ ફટકાર લગાવી હતી.  

કલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ કૃષ્ણા રાવે ચૂંટણી પંચને કહ્યું હતું કે તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો, આવા નિર્ણયોથી નાગરિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ હાઇકોર્ટે ચૂંટણી પંચને આકરા સવાલો પણ પૂછ્યા હતા અને કહ્યું હતું કે આમ નાગરિકોના અધિકારો પર તમે આ રીતે કાપ ના મુકી શકો, બાઇકોને કારણે ચૂંટણી પ્રક્રિયા પર ખલેલ પહોંચતી હોય તો પછી તમારે કારો પર પણ પ્રતિબંધ મુકી દેવો જોઇએ માત્ર બાઇકો પર પાબંદી કેમ? લોકો કારોનો ઉપયોગ તો બંદુકો લાવવા લઇ જવા, રમખાણો કરાવવા પણ કરતા હોય છે. કોર્ટમાં જવાબ રજુ કરો કે છેલ્લા પાંચ વર્ષમાં એવી કેટલી ઘટનાઓ બની કે જેમાં બાઇક પર આવીને જુથોએ હિંસા ભડકાવી હોય? આ બધુ જ માત્ર અધિકારીઓની નિષ્ફળતા છૂપાવવા માટે જ કરાઇ રહ્યું છે. 

મંગળવારે ચૂંટણી પંચે બંગાળમાં નોટિફિકેશન જારી કરીને ચૂંટણી સમયે અને પૂર્વે રાત્રીના બાઇક ચલાવવા પર દિવસે બાઇક રેલી કાઢવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. એટલુ જ નહીં બાઇક પર પાછળ પણ કોઇને નહીં બેસાડવા આદેશ જારી કર્યો હતો. 

જોકે મેડિકલ, ઇમર્જન્સીમાં કેટલીક છૂટછાટ અપાઇ હતી. ચૂંટણી પંચના આ નિર્ણયને લઇને કલકત્તા હાઇકોર્ટે ફટકાર લગાવી હતી અને સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાનું અવલોકન કર્યું હતું. આ સાથે જ અંતે હાઇકોર્ટે ચૂંટણી પંચનું આ નોટિફિકેશન રદ કરી દીધુ હતું જેમાં ચૂંટણીના બે દિવસ અગાઉ બાઇક સવારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાઇકોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ચૂંટણી પંચ આ રીતે સામુહિક પ્રતિબંધ જાહેર ના કરી શકે. જોકે કોર્ટે કેટલાક પ્રતિબંધો પર છૂટ આપી હતી. જેમાં મતદાનના દિવસે બાઇક રેલી પર પ્રતિબંધ યોગ્ય ઠેરવ્યો હતો. પરંતુ ચૂંટણીના બે દિવસ પહેલા જ આવા પ્રતિબંધો લાગુ કરી દેવાના નિર્ણયને ફગાવ્યો હતો.  



Source link

Related Articles

Back to top button