मनोरंजन
અશનીર ગ્રોવરની બાયોપિકમાં આમિર સાથે શ્રદ્ધાને રોલની ઓફર | Shraddha offered role with Aamir in Ashneer Grover’s biopic

![]()
– આમિર કરતાં શ્રદ્ધા 22 વર્ષ નાની છે
મુંબઇ : અશનીર ગ્રોવરની બાયોપિકમાં આમિર ખાન મુખ્ય ભૂમિકા કરવાનો છે. હવે તેની પત્નીનો રોલ શ્રદ્ધા કપૂરને ઓફર કરાયો હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા આમિર કરતાં ૨૨ વર્ષ નાની છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રાહુલ મોદી કરી રહ્યો છે. એક જમાનામાં રાહુલ અને શ્રદ્ધા ડેટિંગ કરતાં હતાં. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમનું બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેવાય છે. હવે રાહુલ મોદીએ એક્સ ગર્લફ્રેન્ડ શ્રદ્ધાને જ આ રોલ ઓફર કર્યાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ મોદી અગાઉ ‘પ્યાર કા પંચનામા’, સોનૂ કે ટૂટૂ કી સ્વીટી’ અને ‘તુ ઝૂઠી મેં મક્કાર’ જેવી ફિલ્મો લખી ચૂક્યો છે. આ બાયોપિક દિગ્દર્શક તરીકે તેની પહેલી ફિલ્મ હશે.



