राष्ट्रीय

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મત | parliament session day 2 womens reservation bill lok sabha



Parliament Session: લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે મહિલા અનામતથી જોડાયેલું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું.  મહિલા અનામત અને સીમાંકન માટે આજે (17 એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા (Constitution Amendment Bill) વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ મુદ્દે 528 સભ્યોએ મતદાન કર્યું છે. આ પૈકી તરફેણમાં 298 મત પડ્યા છે, જ્યારે 230 સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો છે. આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મતદાનના પરિણામોની સત્તાવાર જાહેરાત કરીને બિલના પરાજયની પુષ્ટિ કરી હતી. જ્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાને આવતીકાલ (શનિવાર) સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. હવે લોકસભા શનિવારે સવારે 11 વાગ્યે ફરી મળશે. બીજી તરફ મહિલા અનામત બિલ પાસ ના થતા ભાજપ દેશભરમાં પ્રદર્શન કરશે.

આ પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ પર જે પરિણામ આવ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વિપક્ષે એક સુવર્ણ તક ગુમાવી દીધી છે.’

 Parliament Special Session Updates 

બંધારણ સુધારા બિલ પસાર ન થઈ શક્યું: ઓમ બિરલા

બિલ નાપાસ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ‘બંધારણ (131મો સુધારો) સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં કારણ કે તેને ગૃહમાં મતદાન દરમિયાન 2/3 બહુમતી મળી ન હતી. કુલ મત 528 પડ્યા, જેમાંથી સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા. પહેલા રાઉન્ડમાં કુલ 498 મત પડ્યા, જેમાં સમર્થનમાં 278 અને વિરોધમાં 211 મત પડ્યા. હવે આ બંધારણ સંશોધન બિલ પર આગળની કાર્યવાહી કરવી શક્ય નથી. બે અન્ય બિલોના સંબંધમાં આગળની કાર્યવાહી સત્તા પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવશે.’

મહિલા અનામત બિલને વિપક્ષે સાથ ના આપ્યો: કિરેન રિજિજૂ

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, આ મહિલાઓના સન્માન અને અધિકાર આપવાથી જોડાયેલું ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ બિલ હતું. તેના પર પરિણામ આવ્યા છે. વિપક્ષે તેમાં સાથ ના આપ્યો. ખુબ દુઃખની વાત છે. તમે એક ઐતિહાસિક મોકો ગુમાવી દીધો. મહિલાઓને સન્માન અને અધિકારી આપવાનું અમારું અભિયાન શરૂ રહેશે અને અમે તેમને અધિકાર અપાવીની રહીશું.

સપા કે વિપક્ષે મહિલા અનામતનો વિરોધ નથી કર્યો: અખિલેશ યાદવ

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ‘જે અમારો પક્ષ છે, તેને અમે બિલકુલ સ્પષ્ટ કરી દીધો છે. લાગે છે કે ગાડીઓ અટકી રહી છે, લાગે છે કે પ્રયાસમાં કોઈ કમી રહી ગઈ હોય. અમે મહિલા અનામતના પક્ષમાં છીએ. મહિલાઓને અનામત મળે, તેમને સુરક્ષા મળે, તેમનું સન્માન વધે, તેમને સ્થાન મળે અને લોકશાહીમાં તેમને જે સ્થાન મળવું જોઈતું હતું અમે તેના પક્ષમાં છીએ. સમાજવાદી પાર્ટી અથવા વિપક્ષમાં કોઈએ પણ મહિલા અનામતનો વિરોધ નથી કર્યો. પરંતુ તેમની સાથે જે મહિલાઓના હક-અધિકારને જ છીનવવા ઈચ્છતા હતા, તો લક્ષ્મણ રેખા વિપક્ષે એવી ખેંચી કે તેઓ તેના પાર ના કરી શક્યા.’

આ આપણા દેશમાં લોકશાહી માટે એક મોટી જીત છે: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ‘આ મહિલા અનામત અંગે નહીં પરંતુ લોકશાહી વિશે હતું. અમે ક્યારેય સીમાંકનને મહિલા અનામત સાથે જોડવા માટે સંમત થઈ શકીએ નહીં. આ બિલ પસાર થાય તે શક્ય નહોતું. આ આપણા દેશમાં લોકશાહી માટે એક મોટી જીત છે. જે લોકોએ હાથરસ, ઉન્નાવ અને મણિપુરમાં કોઈ કાર્યવાહી કરી ન હતી તેઓ મહિલા વિરોધી માનસિકતા વિશે વાત કરી રહ્યા છે?’

અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો: રાહુલ ગાંધી

લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ કહે છે કે, ‘અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો છે. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે આ મહિલા અનામત બિલ નથી, પરંતુ તે ભારતના રાજકીય માળખાને બદલવાનો એક માર્ગ છે.’

સંસદ પરિસરમાં ભાજપની મહિલા સાંસદોનું વિરોધ પ્રદર્શન

મહિલા અનામતથી જોડાયેલા ત્રણેય બિલ મતદાન દરમિયાન પસાર ના થયા. આ બિલના લોકસભામાં નાપાસ થયા બાદ ભાજપ અને NDAની મહિલા સાંસદોએ વિપક્ષ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. સંસદના મકર દ્વારથી આ વિરોધ પ્રદર્શન શરૂ થયું. હવે ભાજપ અને NDAમાં સામેલ પક્ષોના કાર્યકર્તાઓ કાલે એટલે કે 18 એપ્રિલથી ઈન્ડિયા બ્લોકથી જોડાયેલી પાર્ટીઓના નેતાઓના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

લોકસભામાં પહેલા રાઉન્ડમાં 489 મતદાન થયું હતું

લોકસભામાં પહેલા રાઉન્ડમાં બંધારણ (131મો સુધારો) સુધારા બિલના સમર્થનમાં 278 મત પડ્યા અને 211 મત વિરોધમાં પડ્યા. આમ, લોકસભામાં કુલ 489 મતદાન થયું હતું.

મહિલા અનામત બિલ પર નિર્ણાયક મતદાન શરૂ

વડાપ્રધાન મોદી લોકસભા હાજર રહ્યા હતા

શું છે બહુમતીનું ગણિત?

લોકસભાની હાલની સ્થિતિ જોતાં સરકાર માટે આંકડાકીય લક્ષ્ય આ મુજબ છે:

• ગૃહની પ્રભાવી સંખ્યા: 540

• જરૂરી સમર્થન (2/3 બહુમતી): ઓછામાં ઓછા 360 સાંસદો

• જો વિપક્ષ પોતાની એકતા જાળવી રાખે અને તૃણમૂલ કોંગ્રેસના વધુ 20 સાંસદો આજે મતદાનમાં જોડાય, તો સરકાર માટે 360નો આંકડો મેળવવો મુશ્કેલ બની શકે છે.



Source link

Related Articles

Back to top button