राष्ट्रीय

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓએ મેદાન માર્યું | CBSE 10th Result 2026 Declared: 93 6% Pass Rate as Girls Outshine Boys Check Scorecard Now



CBSE 10th Result 2026 Declared : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આજે ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષના 93.66 ટકાના મુકાબલે આ વર્ષે કુલ 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે બોર્ડે ઉત્તરવહીઓ તપાસવાનું કામ રૅકોર્ડ બ્રેક સમયમાં પૂરું કરીને લગભગ એક મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in અને cbse.gov.in પર ચેક કરી શકે છે.

દીકરીઓએ મેદાન માર્યું

દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓએ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. જોકે બોર્ડે સત્તાવાર ટોપરની યાદી જાહેર કરી નથી, પરંતુ જે વિદ્યાર્થીઓએ જે વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.

પરિણામના મુખ્ય આંકડા

  • કુલ ઉમેદવારો – 26 લાખથી વધુ
  • કુલ પાસ ટકાવારી – આશરે 93.6 ટકા

તાત્કાલિક પરિણામ ડાઉનલોડ કરવાની રીત

જો વેબસાઇટ પર વધુ ટ્રાફિક હોય તો વિદ્યાર્થીઓ ડિજિલોકર (DigiLocker) અને ઉમંગ (UMANG APP) એપ દ્વારા ડિજિટલ માર્કશીટ તુરંત ડાઉનલોડ કરી શકે છે. સૌથી પહેલા ઉમંગ એપ પર પરિણામોની લિંક સક્રિય કરવામાં આવી છે.

આવી રીતે ચેક કરો પરિણામ

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર જાઓ.
  • હોમપેજ પર ‘Secondary School Examination (Class X) 2026’ પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને ‘એડમિટ કાર્ડ આઇડી દાખલ કરો.
  • પછી સબમિટ બટન દબાવો, તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
  • આ પરિણામને ભવિષ્ય માટે ડાઉનલોડ કરો અને પ્રિન્ટ પણ કાઢી લો.

નિરાશ વિદ્યાર્થીઓ માટે સેકન્ડ એક્ઝામનું આયોજન

જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં સફળ થયા નથી, કે પછી પોતાના નંબરોથી સંતુષ્ટ નથી, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. સીબીએસઈ 15 મે-2026થી ‘સેકન્ડ બોર્ડ એક્ઝામ-Phase-2’નું આયોજન કરવાની છે. આ માટે ટૂંક સમયમાં અરજી પ્રક્રિયા શરૂ થશે.



Source link

Related Articles

Back to top button