गुजरात

કોરોના પોઝીટીવ સગર્ભા યુવતીને કારણે વાંસદા ખાતે આવેલું સોનોગ્રાફી સેન્ટર હોમ કોરોન્ટાઈન

ગીતા ઈમેજીનના તબીબ,સ્ટાફ સહિત ૧૬ સગર્ભા મહિલાઓ હોમ કોરોન્ટાઈન

વાંસદા

રીપોટર – બ્રિજેશ પટેલ, સુનિલ ડાભી

ડાંગ જિલ્લાની સગર્ભા યુવતી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલ વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે આવેલ ગીતા ઈમેજીન (સોનોગ્રાફી) માં સંપર્કમાં આવેલ હોય ઈમેજીન સેન્ટરના ડોકટર સ્ટાફ સહિત ૧૬ જેટલી સગર્ભા મહિલાઓને આરોગ્યતંત્ર દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જીલ્લો કોરોનામુક્ત થયા બાદ નવા બે કેસ નોંધાવા પામ્યા હતા જેમાં હનવતચોન્ડ ગામની ૧૯ વર્ષીય યુવતી ટ્વીનકલબેન અનકેશભાઈ બાગુલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે એ યુવતી સગર્ભા હોય જરૂરિયાત ઉભી થતા સોનોગ્રાફી કરાવવા માટે વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે આવેલ ગીતા ઈમેજીન સેન્ટરમાં ગઈ હતી.ત્યારે આ યુવતી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ગીતા ઈમેજીન સાથે સંપર્કમાં આવેલ લોકોના સર્વે કરી હોમ કોરોન્ટાઈન કરવામાં આવતા દહેશતનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. વાંસદા તાલુકામાં આવેલ ગીતા ઈમેજીનમાં ડાંગના કોરોના પોઝીટીવ યુવતી પણ સોનોગ્રાફી કરાવી ગયેલ હોય એ સોનોગ્રાફી સેન્ટરના તબીબ સહિત સ્ટાફના બે વ્યક્તિઓ તેમજ આ સોનોગ્રાફી સેન્ટર પર આ સમયગાળા દરમિયાન સોનોગ્રાફી કરાવવા આવેલ ૧૬ જેટલી સગર્ભા મહિલાઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવતા સમગ્ર પંથકમાં દહેશત નો માહોલ સર્જાયો છે. વાંસદા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.પ્રમોદ પટેલના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાની યુવતી કે જેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે આ સગર્ભા યુવતીએ વાંસદા તાલુકામાં આવેલ ગીતા ઈમેજીનમાં સોનોગ્રાફી કરાવેલ હોય ત્યારે આ સેન્ટરના સ્ટાફ તેમજ અહીં સોનોગ્રાફી કરાવેલ સગર્ભા મહિલાઓ ને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

Related Articles

Back to top button