નર્મદા નીર મુદ્દે કચ્છ નું રાજકારણ ગરમાયું, કચ્છ જિલ્લા કોંગ્રેસ કિસાન સેલ દ્વારા આજે કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું
ભુજ
રીપોટર – કેતન સોની
નર્મદા ના નીર ને મુદ્દે રાજકારણ ગરમાયું થોડા દિવસો પહેલા ગુજરાત ના પૂર્વ મંત્રી શ્રી તારાચંદ ભાઈ દ્વારા ગુજરાત સરકાર ને નર્મદા નીર મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ કિસાન સેલ દ્વારા આજે કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નર્મદા કેનાલ નું કામ ઝડપ પૂર્ણ કરે અને ફરી કચ્છ ની ખેતી જીવંત બને નહિતર કચ્છ ના ખેડૂતો ને સાથે લઈ ઉગ્ર લડત ના કાર્યક્રમો ની ચીમકી પણ આપી હતી
નર્મદા ના ની અબડાસા અને બન્ની વિસ્તાર સુધી પહોંચવા જોઈએ તેવી માંગ કરાઈ હતી.સાથે સાથે ભાજપ ના પૂર્વ મંત્રી ની વેદના ને પણ ગુજરાત સરકાર સમજે તેવી રજૂઆત કરવામાં આવી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ કિસાન સેલ પ્રમુખ મોહનભાઈ ની સાથે અરજણ ભાઈ કોંગ્રેસ પ્રદેશ મંત્રી ,રમેશભાઈ વોરા એચ એસ આહીર,રમેશભાઈ ગરવા જોડાયા હતાં જ્યારે બીજી બાજુ મોમીન સેવા સંસ્થા દ્વારા આજે શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકો જે કોરોના જેવી મહામારી માં લોક ડાઉન ના પગલે ધંધા રોજગાર વગર ના થઈ ગયા છે તેવા લોકો ને વ્યક્તિ દીઠ ૧૦૦૦ અને રાશન કાર્ડ દીઠ રૂ ૫૦૦૦ આપવામાં આવે અને લાઈટ બિલ પણ માફ કરવામાં આવે તેવી માંગ મોમીન સંસ્થા પ્રમુખ દ્વારા કરવા આવી હતી