गुजरात

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Breaks Out At Scrap Godown On Highway Near Sakarda



Vadodara Fire : વડોદરા નજીક હાઇવે ઉપર વધુ એક ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની બે ટીમ કામે લાગી હતી. 

વડોદરાની આસપાસના ગોડાઉનોમાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે અને તેની સાથે સાથે ગોડાઉનોની ફાયર સેફટી સામે પણ સવાલો ઉઠતા હોય છે ત્યારે ગઈકાલે મધરાતે આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો.

છાણી નજીક હાઇવે ઉપર સાકરદા બ્રિજ નજીક એક ગોડાઉનમાં આગ લાગતા પ્લાસ્ટિકના કારબા, પૂઠા બેગો તેમજ અન્ય સામાન આગમાં લપેટાયો હતો. આગનું રૌદ્ર સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડની જુદી-જુદી બે ટીમો કામે લાગી હતી અને ત્રણ કલાક બાદ આગ કાબુમાં લીધી હતી.

છાણી પોલીસ પણ બનાવનાર સ્થળે આવી ગઈ હતી અને વિગતો મેળવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.



Source link

Related Articles

Back to top button