दुनिया

ટ્રમ્પના આદેશની રાહ? અમેરિકાના યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચતા ઈરાનમાં ભારેલો અગ્નિ | US Iran Conflict: US Aircraft Carriers Reach Middle East Amid Rising Tensions



US-Iran Conflict: US ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ થઈ રહેલા હિંસક આંદોલન વચ્ચે અમેરિકાના હુમલાની શક્યતા વધી ગઈ છે. અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર અને અન્ય યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચી ગયા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેના ગમે તે સમયે ઈરાન પર હુમલો કરી શકે છે. 

અમેરિકાની નૌસેનાનું અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડમાં પહોંચી ગયું છે. એવામાં ઈરાનમાં પણ સેના સતત હાઈ ઍલર્ટ પર છે. અમેરિકાની સેનાનું કહેવું છે કે ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા વધારવા માટે એરક્રાફ્ટ કેરિયર અને યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટમાં તૈનાત કરાયા છે. 

અમેરિકાને ઈરાન પર કેમ હુમલો કરવો છે? 

પરમાણુ બોમ્બના ભયનો અંત : ઈરાનની પરમાણુ ક્ષમતાને નષ્ટ કરી કરીને અમેરિકા લાંબાગાળા માટે સુરક્ષિત થઈ શકે 

ઓઈલ અને ગેસ પર નિયંત્રણ : સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. ત્યાં અમેરિકાનો સીધો પ્રભાવ સ્થાપિત થઈ જાય. 

નવા શાસનની સ્થાપના: અમેરિકા ઈચ્છે છે કે ઈરાનમાં એવી સરકાર રહે જે પશ્ચિમી દેશો સાથે મિત્રતા રાખે તથા રશિયા અને ચીનથી દૂર રહે. 

અમેરિકા અને ઈરાનના સંબંધોની ટાઈમલાઈન

1925-1941: રઝા શાહ પહેલવી

ઈરાનમાં આધુનિક રાજાશાહીનો યુગ વર્ષ 1925માં શરુ થયો હતો. રઝા શાહ પહેલવીએ ‘પર્શિયા’નું નામ બદલીને ‘ઈરાન’ રાખ્યું. 

1941-1979: મોહમ્મદ રઝા શાહ પહેલવી

તેઓ રઝા શાહ પહેલવીના પુત્ર હતા. ધાર્મિક નેતાઓ તેમના પશ્ચિમી વિચારોથી નારાજ રહેતા હતા. 

16 જાન્યુઆરી, 1979: ઇસ્લામિક ક્રાંતિ

વધતા વિરોધ પ્રદર્શનોને કારણે રાજા ઈરાન છોડીને ભાગી ગયા. 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો. 

ઈરાનને સત્તાવાર રીતે ‘ઇસ્લામિક રિપબ્લિક’ જાહેર કરવામાં આવ્યું

1979: અમેરિકાએ ઈરાન પર પ્રથમ વખત આકરા પ્રતિબંધો લગાવ્યા 

1979-1989 : આયાતુલ્લા રુહોલ્લા ખોમેની(પ્રથમ સુપ્રીમ લીડર)નું શાસન રહ્યું. તેમના શાસનમાં ઈરાન-ઈરાક યુદ્ધ થયું. 

ઈરાન-ઈરાક યુદ્ધમાં અમેરિયકએ ઈરાકના સદ્દામ હુસૈનને સમર્થન આપ્યું, હથિયારો પણ આપ્યા

1988 : અમેરિકાની સેનાએ ભૂલથી ઈરાનનું પેસેન્જર વિમાન તોડી પાડ્યું, 290 લોકોના મોત થયા

1989-વર્તમાન : આયાતોલ્લાહ ખામેનેઈ

ખોમેનીના અવસાન બાદ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા અને ત્યારથી જ તેઓ ઈરાનના શાસક છે. 

2002 : અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે ઈરાનને દુનિયા માટે જોખમી દેશ જાહેર કર્યો 

2015 : અમેરિકાના પ્રમુખ ઓબામાના શાસનમાં ઈરાન સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાઈ. પરમાણુ કાર્યક્રમ રોકવાની શરતે અમેરિકાએ ઈરાન પર અમુક પ્રતિબંધ હટાવ્યા. 

2018 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરાર ભંગ કર્યો. ઈરાન પર ફરી આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા 

2020 : અમેરિકાએ ઈરાનના ટોચના જનરલ કાસેમ સુલેમાનીની ડ્રોન હુમલામાં હત્યા કરી



Source link

Related Articles

Back to top button