गुजरात

ચોટીલા પંથકમાં 19 બુટલેગર-અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઇ : રૃ.1.30 કરોડનો દંડ | Police and PGVCL combing: Electricity theft worth Rs 1 30 crore caught



પોલીસ-પીજીવીસીએલનું
સંયુક્ત કોમ્બિંગ અને વીજ ચેકિંગ અભિયાન

કેટલાક
બુટલેગરો ઘર બંધ કરી ફરાર થઇ ગયા
,
તાળા તોડી તપાસ કરી ઃ તમામ ૧૯ ગુનેગારના મિલકતની વિગત મંગાવાઇ ઃ
ગેરકાયદે જણાશે બુલડોઝર ફેરવાશે

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે
આસપાસ દારૃના કટીંગ અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી જતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ
તથા સ્થાનિક પોલીસની ટીમોએ પીજીવીસીએલની ૪૩ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચોટીલા શહેર
,
નાની મોલડી, જાની વડલા અને કાંધાસરના ૧૯ લિસ્ટેડ
બુટલેગર અને સમાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડયા હતા. દરોડા
દરમિયાન વીજ ચોરી ઝડપાતા રૃ.૧.૩૦ કરોડનો દંડ ફટકાર્યો હતો. તેમજ ૬ વાહન ડિટેઈન કરી
રૃ.૯
,૩૦૦નો દંડ પણ વસુલવામાં આવ્યો હતો.

 

સુરેન્દ્રનગર
પોલીસ ટીમ તેમજ પીજીવીસીએલની અલગ અલગ ૪૩ ટીમો દ્વારા નાની મોલડી
, જાની વડલા, કાંધાસર અને ચોટીલા શહેરી વિસ્તારમાં પ્રોહીબીશન તેમજ અસામાજીક પ્રવૃતિઓ સાથે
સંકળાયેલા શખ્સોના રહેણાંક મકાનો તેમજ તેમના બેસવાના સ્થળો પર કોમ્બિંગ સાથે સાથે વીજ
ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 

દરોડા
દરમિયાન અનેક બુટલેગરો ઘરને તાળા મારી ફરાર થઈ ગયા હતા
, પરંતુ પોલીસે તાળા
તોડી અંદર તપાસ હાથ ધરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી કે બુટલેગરો
સરેરાશ ૨-૨ એસી જેવી આલીસાન સગવડો ગેરકાયદેસર વીજ જોડાણ દ્વારા ભોગવતા હતા.
પીજીવીસીએલ દ્વારા આ તમામ જોડાણો કાપી નાખી કુલ ૧ કરોડ ૩૦ લાખ ૯૦ હજારનો તોતિંગ
દંડ ફટકાર્યો  છે. આ ઉપરાંત ૦૬ વાહનોને
ડીટેઈન કરવામાં આવ્યા હતા તેમજ નિયમોના ઉલ્લંઘન બદલ સ્થળ પર રૃ.૯
,૩૦૦ નો દંડ પણ વસુલવામાં આવ્યો હતો. 
આ તમામ શખ્સો સામે અલગ અલગ પોલીસ મથકોમાં પ્રોહીબિશન
, મારામારી સહિતના અનેક ગુન્હાઓ પણ નોંધાયા છે.

 

જિલ્લા
પોલીસવડાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે માત્ર દંડથી કામ નહીં ચાલે. હવે તમામ ૧૯
બુટલેગરોની મિલકતોની વિગતો મંગાવવામાં આવી છે. જો તેમના મકાનો કે બંગલા ગેરકાયદેસર
જમીન પર બનેલા જણાશે તો તેના પર ટૂંક સમયમાં બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આ કડક
સૂચના બાદ મોટાભાગના બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

 


સમગ્ર કામગીરીમાં સુરેન્દ્રનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ
, લીંબડી ડીવાયએસપી,
એલસીબી, ચોટીલા અને લીંબડી ડિવિઝનના પીઆઈ,
પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, સુરેન્દ્રનગર
વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એન.એન.અમીન જોડાયા હતા.

 

કોના
ઘરમાં વીજ ગેરરીતિ ઝડપાઇ (રહે. નાની મોલડી)

(૧) પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી (રહે. નાની મોલડી)

(૨) ભરતભાઈ રામભાઈ બસિયા કાઠી (રહે. નાની મોલડી)

(૩) જયરાજભાઈ બાવકુભાઈ ધાધલ કાઠી (રહે. નાની મોલડી)

(૪) દિલીપભાઈ બાવકુભાઈ ધાધલ કાઠી (રહે. નાની મોલડી)

(૫) માણસીભાઈ મેરામભાઈ ખાચર કાઠી (રહે. નાની મોલડી)

(૬) હરેશભાઈ દાદભાઈ ખાચર કાઠી (રહે. નાની મોલડી)

(૭) ભૂપતભાઈ દાદભાઈ ખાચર કાઠી (રહે. નાની મોલડી)

(૮) સંજયભાઈ અનકભાઈ ખાચર કાઠી (રહે. નાની મોલડી)

(૯) ભીખુભાઈ દાદભાઈ જળુ કાઠી (રહે. નાની મોલડી)

(૧૦) વિજયભાઈ જીલુભાઈ ભગત (રહે. નાની મોલડી)

(૧૧) જયરાજભાઈ જીલુભાઈ જળુ કાઠી (રહે. નાની મોલડી)

(૧૨) ઉમેદભાઈ જેઠુરભાઈ ખાચર કાઠી (રહે. જાનીવડલા)

(૧૩) રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી (રહે. જાનીવડલા)

(૧૪) આલકુભાઈ અનકભાઈ ખાચર કાઠી (રહે. જાનીવડલા)

(૧૫) ભીખુભાઈ પીઠુભાઈ ધાધલ કાઠી (રહે. જાનીવડલા)

(૧૬) રવુભાઈ જેઠુરભાઈ ધાધલ (રહે. જાનીવડલા)

(૧૭) કુલરાજભાઈ શાંતુભાઈ માલા (રહે.ચોટીલા શહેર)

(૧૮) ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર (રહે. કાંધાસર)

(૧૯) સંજયભાઈ ભૂપતભાઈ ખાચર (રહે. કાંધાસર)



Source link

Related Articles

Back to top button