गुजरात

અમદાવાદ: દાંત સાફ કરતી વખતે ખેંચ આવતા મહિલા સેફ્ટી પીન ગળી ગયા, 20 દિવસ બાદ મળ્યો છુટકારો | Ahmedabad Civil Hospital performs operation to remove safety pin stuck in woman’s neck



Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દાંત સાફ કરતી વખતે મહિલાને ખેંચ આવતા સેફ્ટી પીન ગળી ગયા હતા. સેફ્ટી પીન ગળામાં ફસાતા સારવાર માટે મહિલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ડૉક્ટરની કુશળતાથી 20  દિવસે સેફ્ટી પીન બહાર કાઢી હતી. 

શું હતી સમગ્ર ઘટના?

સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ઈલા ઉપાધ્યાયએ કેસની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, 48 વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્રને સિવિલના ઈમરજન્સી વિભાગમાં 15 જાન્યુઆરી, 2026ના રોજ 20 દિવસ પહેલા ગળામાં સેફ્ટી પીન ગળી જવાની તકલીફ સાથે લઈને આવ્યા હતા. દર્દી પાસેથી હિસ્ટ્રી જાણતા ખબર પડી હતી કે, દર્દી ખેંચની બીમારીથી પીડિત છે અને આશરે 20 દિવસ પહેલા સેફટી પીન વડે દાંત સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ખેંચ આવતા સેફટી પીન ગળી ગયા હતા. દર્દીનો એક્સરે કરાવતા C-7 અને  T-1 મણકાના લેવલે એટલે કે અન્નનળીમાં સેફ્ટી પીન ફસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

આ પણ વાંચો: સિદ્ધપુર: દોડીને રસ્તો ક્રોસ કરતી બાળકી મીની ટેમ્પોની અડફેટે આવી, હૃદયદ્રાવક અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ

ડૉક્ટરે જણાવ્યું કે, સેફટી પીન ગળામાં ફસાઈ જવાથી આંતરિક ઈજાનો ગંભીર ખતરો હતો અને વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું. એટલે 16 જાન્યુઆરીના રોજ સિવિલના ઈએનટી વિભાગના ડૉક્ટરની ટીમ દ્વારા મહામહેનતે મહિલાની ઈસોફેગોકોપી કરીને સફળતાપૂર્વક અન્નનળીના બીજા કોઈપણ ભાગને ઈજા ન થાય તે રીતે સેફટી પીન બહાર કાઢવામાં આવી હતી.

આવી ઘટના સામે સાવચેતી રાખવીને લઈને ડૉક્ટરે જણાવ્યું હતું કે, માનસિક બીમારી તેમજ ખેંચની તકલીફ હોય તેવા દર્દીઓએ આવી ધારદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.



Source link

Related Articles

Back to top button