કેરાના એનઆરઆઇ વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને ઓનલાઇન 1.11 કરોડની લાખની ઠગાઇ | An elderly NRI man from Kerana was digitally arrested and cheated of Rs 1 11 crore online

![]()
મની લોન્ડરીંગના કેસનો ડર બતાવીને
કોલાબા પોલીસ અને સીબીઆઇ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ધૂતારાઓને નાણા પડાવ્યા
ભુજ: ભુજ તાલુકાના કેરા ગામે રહેતા એનઆરઆઇ વૃધ્ધને તેમના સીમકાર્ડ અને એટીએમ કાર્ડ મની લોંડરીંગના કેસ થયાનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરીને કોલાબા પોલીસ અને સીબીઆઇના અધિકારીની ખોટી ઓળખ આપી બે ધૂતારાઓ ઓનલાઇન બેન્કના ખાતામાંથી રૂપિયા એક કરોડ ૧૧ લાખ ટ્રાન્સફર કરાવી લઇને છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આરોપીઓ સામે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભુજમાં ફરિયાદ નોંધાવી હતી.
મુળ ભુજ તાલુકાના કેરા ગામે રહેતા અને હાલ લંડન નિવાસી નિવૃત મનજીભાઇ રામજીભાઇ પટેલ (ઉ.વ.૭૧)એ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, તેમના પત્નીનું ૨૦૦૨માં અવસાન થયું છે. સંતાનમાં એક દિકરો અને બે દિકરીઓ છે. તેઓના લગ્ન થઇ ગયા છે. અને તેઓ પણ વિદેશ રહે છે. ફરિયાદી દર ડીસેમ્બર માસમાં ઇન્ડિયા તેમના કેરા ગામે વતને આવે છે. અને જાન્યુઆરી બાદ પરત લંડન થતા રહે છે. બનાવ ૨૯ ડીસેમ્બર ૨૦૨૫થી ૭ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન બન્યો હતો. ફરિયાદીના મોબાઇલ ફોન નંબર પર એક અજાણ્યા નંબરથી હિન્દી ભાષામાં મહિલાએ ફોન કરીને ફરિયાદીને તમારો સીમ કાર્ડ કોઇ ગેર પ્રવૃતિમાં સંકડાયેલ છે. જે બંધ થઇ જશે જો આ અંગે તમારે કોઇ માહિતી જોઇતી હોય તો, હું કોલાબા પોલીસ સ્ટેશનમાં ફોર્વડ કરૂ છુ તેમ કહ્યું હતું. ત્યાર બાદ કોલાબા પોલીસ સ્ટેશનમાંથી બોલતા હોવાનું કહીને એક અજાણ્યા શખ્સે તાત્કાલિક કોલાબા પોલીસ સ્ટેશને આવો તેવું જણાવતાં ફરિયાદીએ હાલ હુ ગુજરાતમાં છુ. નહીં આવી શકુ તેમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. ત્યાર બાદ થોડીવારમાં ફરિયાદીને વોટ્સએપ પર ગૃપ વીડિયો કોલ આવ્યો હતો. જેમાં પોલીસ ડ્રેસમાં વિજય ખન્ના અને બજા સીબીઆઇ અધિકારી તરીકેની ઓળખ આપનારાએ જણાવ્યું હતું. કે, તમારા વિરૂધ્ધ અમને ફરિયાદ મળી છે. તમારો સીમ કાર્ડઅને એટીએમ કાર્ડ મળ્યું છે. આ કાર્ડ જેના પાસેથી મળ્યો છે તે નરેશ ગોયલ છે. તે મુખ્ય આરોપી છે. નરેશ ગોયલ સાથે તમારી વાતચિત થઇ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તમારા પર મની લોંડરીંગનો કેસ છે. ત્યાર બાદ ફરિયાદી પાસે જે જે સંપતિ છે. તેની વિગતો પરિવારની વિગતો બેન્કની ડીટેઇલ તેમજ પરિવારના સભ્યોની વિગતો મેળવી લીધી હતી. ત્યારે આરોપીઓને ફરિયાદી એકલા રહેતા હોવાનું અને સીનીયર સીટીઝન હોવાથી આરોપીઓએ ફરિયાદીને સુપ્રિમ કોર્ટ સુધી ધકા ખાવા ન પડે તેમ કહીને હાઉસ એરેસ્ટ કરવાનું કહીને વીડિયો કોલ ચાલુ રાખીને ડિજિટલ એરેસ્ટ રાખી ફરિયાદીને ઇડીના ફરિયાદીના નામે હુકમો બતાવ્યા હતા. તેમજ મુખ્ય આરોપી નરેશ ગોયલનો ફોટ બતાવી તેમના ઘરમાંથી તમારૂ એટીએમ કાર્ડ મળ્યું છે. તેમ કહી કેસથી બચવા અમો જેમ કહીએ તેમ કરવું પડશે તેમ કહીને ફરિયાદીને વોટ્સએપ પર ખાતા નંબર મોકલાવીને ફરિયાદી પાસેથી ૬ જાન્યુઆરીથી ૮ જાન્યુઆરી દરમિયાન રૂપિયા ૧ કરોડ ૧૧ લાખ ટ્રાન્સફર કરાવી લઇ ઓનલાઇ છેતરપીંડી વિશ્વાઘાત કર્યો હતો. બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ ભુજ પોલીસે એનઆરઆઇ વૃધ્ધની ફરિયાદ પરથી આગળની તપાસ હાથ ધરી છે.
ધૂતારાઓએ વૃધ્ધ એનઆરઆઇને 11 દિવસ સુધી હાઉસ એરેસ્ટ રાખ્યા
મની લોડરીંગના કેસનો ડર બતાવીને કોલાબા પોલીસ અને સીબીઆઇ અધિકારીની ખોટી ઓળખ આપી બે ધૂતારાઓએ વૃધ્ધ એનઆરઆઇને ૧૧ દિવસ સુધી હાઉસ એરેસ્ટ રાખીને અલગ અલગ બેન્કના એકાઉન્ટ નંબર મોકલાવીને ૬ જાન્યુઆરીના ૫૦ લાખ, અને ૨૭ લાખ તેમજ ૭ જાન્યુઆરીના ૧૬ લાખ, તથા ૮ જાન્યુઆરીના ૧૮ લાખ ટ્રાન્ફર કરાવીને કુલે રૂપિયા ૧ કરોડ ૧૧ લાખ પડાવી લીધા હતા.



