બાવળાના ભામસરામાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા | 7 people caught gambling in Bhamsara Bavla

![]()
– બગોદરા પોલીસનો દરોડો
– બાવળા, ધોળકા અને સુરેન્દ્રનગરના જુગારીઓ પાસેથી રૂ. 12 હજારથી વધુની રોકડ જપ્ત
બગોદરા : બગોદરા પોલીસે ભામસરા ગામમાં દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી રૂ.૧૨,૯૫૦ની રોકડ જપ્ત કરી આરોપીઓને જેલ હવાલે કર્યાં છે.
બગોદરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાવળા તાલુકાના ભામસરા ગામે જુગા રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી પત્તાનો હાર-જીતનો જુગાર રમતા (૧) ચેતનભાઈ ઉર્ફે ગોગો જટુભાઈ સોલંકી (રહે.ભામસરા) (૨) સંજયભાઈ પરસોત્તમભાઈ મેર (રહે.કાણોતર, તા. બાવળા) (૩) મહેશભાઈ બુટાભાઈ સોલંકી (રહે.બાવળા) (૪) લક્ષ્મણભાઈ સવજીભાઈ ઝાપડીયા (રહે.જનશાળી, સુરેન્દ્રનગર) (૫) પીન્ટુકુમાર ગુણવંતભાઈ પટેલ (રહે.મોડાસર, તા. સાણંદ) (૬) અશોકભાઈ અજમલભાઈ મેર (ભામસરા) (૭) શૈલેષભાઈ સાતાભાઈ રબારી (રહે.ધોળકા)ને રૂ. ૧૨,૯૫૦ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



