मनोरंजन

કાર્તિક આર્યનની નાગઝિલ્લા ફિલ્મ પાછી ઠેલાય તેવી સંભાવના | Kartik Aaryan’s Naagzilla likely to be postponed



– આ વર્ષે ઓગસ્ટમાં રીલિઝ નહિ થાય

– તુ મેરી મૈ તેરા..નિષ્ફળ જતાં અનેક ફેરફાર કરાશે, જોકે, વીએફએક્સનું બહાનું  અપાયું

મુંબઇ : કાર્તિક આર્યનની ‘નાગઝિલ્લા’ ફિલ્મ આગામી ઓગસ્ટમાં રીલિઝ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ હવે આ ફિલ્મ પાછી ઠેલાય તેવી સંભાવના છે. 

કાર્તિકની હાલમાં રજૂ થયેલી ફિલ્મ ‘તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી’ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. તેના કારણે હવે ‘નાગઝિલ્લા’માં અનેક ફેરફારોનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.  કાર્તિકના કેટલાક સીન રીશૂટ થાય અથવા  તો સ્ક્રિપ્ટમાં પણ કેટલાક ફેરફારો કરાય કે ફિલ્મમાં નવાં આકર્ષણો ઉમેરવા પ્રયાસ થાય તેવી શક્યતા છે. 

જોકે, ફિલ્મની ટીમના દાવા અનુસાર ફિલ્મમાં વીએફએક્સનો બહુ મોટાપાયે ઉપયોગ થવાનો છે અને તેના કારણે જ આ ફિલ્મની રીલિઝ  મોડી થઈ શકે છે. 



Source link

Related Articles

Back to top button