કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traffic jam at Kotambi Stadium following pre match traffic rehearsal

![]()
જરોદ, વડોદરા ટોલ રોડની મધ્યમાં આવેલા કોટંબી સ્થિત સ્ટેડિયમમાંં આગામી રવિવારે ૧૧ તારીખે રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચને લઇને આજે જિલ્લા પોલીસ દ્વારા રિહર્સલનું આયોજન કરાયું હતું.
તેને લઈને આજે પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા કેવી રીતે જાળવવી તે માટે રિહર્સલ રાખવામાં આવ્યું હતું.આ સમયે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ હાજર હતા. સાંજના સમયે રિહર્સલ હોવાથી ચેક પાંચ થી સાત કિલોમીટર સુધી ટ્રાફિક જામ હોવાનું જાણવા મળ્યું હતું. જો રિહર્સલ સમયે આટલા ભારે ટ્રાફિક જામ થાય તો રવિવારે કોટંબી સ્ટેડિયમમાં યોજાનાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વખતે કેવી હાલત થશે. બીજી તરફ નજીકના ગામડાના લોકો અને વડોદરા હાલોલ ટોલ રોડ ઉપર રોજ અપ ડાઉન કરતા વાહન ચાલકો માટે મોટી મુસીબત સર્જાશે. સ્ટેડિયમ નજીકના ગામડાના લોકો પણ કોટંબી સ્ટેડિયમમાં મેચના દિવસે પોલીસ દ્વારા બનાવવામાં આવેલા અવર જવરના નિયમોને લઈને હેરાન પરેશાન થઈ જાય તેવી સ્થિતિ છે. ૧૧ તારીખે મેચના દિવસે પણ જો કોટંબી માછલીપુરા જેવા સ્ટેડિયમ નજીકના ગામોના લોકોને અવર જવર કરવામાં તકલીફ પડશે તો આંદોલન કરશે તેવી ચર્ચા ગ્રામજનોમાં ચાલી રહી છે



