दुनिया

પુતિનના ઘર પર ડ્રોન હુમલાનો બદલો! રશિયાએ ઓરેશ્નિક મિસાઈલ છોડી યુક્રેનમાં તબાહી મચાવી | Russia Launches Oreshnik Missile on Ukraine After Drone Attack Near Putin’s Residence



Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ વિનાશક તબક્કામાં પહોંચ્યું છે. રશિયાએ શુક્રવારે (નવમી જાન્યુઆરી) તેની અત્યંત ઘાતક અને હાઇપરસોનિક ક્ષમતા ધરાવતી ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM) ‘ઓરેશ્નિક’ (Oreshnik)થી યુક્રેન પર હુમલો કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયનાએ દાવો કર્યો છે કે આ હુમલો ડિસેમ્બર 2025માં પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર થયેલા ડ્રોન હુમલાનો વળતો જવાબ છે.

ક્યાં થઈ તબાહી?

અહેવાલો અનુસાર, રશિયાએ આ વખતે યુક્રેનના પશ્ચિમ ભાગમાં આવેલા લ્વિવ (Lviv) ક્ષેત્રને નિશાન બનાવ્યું છે. સ્ટ્રાઇ શહેર નજીક આવેલી યુક્રેનની સૌથી મોટી અન્ડરગ્રાઉન્ડ ગેસ સ્ટોરેજ ફેસિલિટી પર મિસાઈલ ખાબકી હતી. આ હુમલાને કારણે સમગ્ર લ્વિવ ઓબ્લાસ્ટમાં ગેસનું પ્રેશર ઘટી ગયું છે અને અનેક વિસ્તારોમાં પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. કડકડતી ઠંડીમાં ગેસ પુરવઠો ખોરવાતા નાગરિકોની હાલત કફોડી બની છે.

અઠમી અને નવમી જાન્યુઆરી, 2026ની રાત્રે યુક્રેન પર મોટો હુમલો થયો, જેમાં 242 ડ્રોન અને 36 મિસાઇલોનો સમાવેશ થતો હતો, જેમાં ઓરેશ્નિક મિસાઇલનો પણ સમાવેશ થતો હતો. આ હુમલાને શિયાળાની ઋતુમાં ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડીને યુક્રેનને ઘૂંટણિયે લાવવાની રશિયાની આ મોટી ચાલ હોવાનું મનાય છે.

પુતિનના આવાસ પર હુમલાનો વિવાદ

રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર, યુક્રેને નવગોરોડ ક્ષેત્રમાં પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના બદલામાં આ મિસાઈલ છોડવામાં આવી છે. જોકે, યુક્રેને આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયાના આ દાવાને નકારી કાઢતા કહ્યું કે પુતિનના ઘર પર કોઈ હુમલો થયો નથી.

ઓરેશ્નિક મિસાઈલનો બીજો ઉપયોગ

ઉલ્લેખનીય છે કે,વિશ્વમાં આ મિસાઈલનો આ બીજો જ ઉપયોગ છે. અગાઉ નવેમ્બર 2024માં રશિયાએ પ્રથમ વખત ડિનિપ્રો શહેર પર આ મિસાઈલનો ઉપયોગ કરીને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી. પોલેન્ડ સરહદથી માત્ર 75 કિ.મી. દૂર થયેલા આ હુમલાથી નાટો (NATO) દેશોમાં પણ ફફડાટ ફેલાયો છે.

ઓરેશ્નિક મિસાઇલની વિશેષતા

ઓરેશ્નિક મિસાઈલ રશિયાની સૌથી આધુનિક હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ છે. આ RS-26 રૂબેજ અથવા યાર્સ ICBMની તકનીક પર આધારિત છે. 

•આ મિસાઈલ ઈન્ટરમીડિયેટ-રેંજ બેલિસ્ટિક મિસાઈલ (IRBM), મોબાઈલ (ટ્રક પર લોન્ચ) અને સોલિડ ફ્યુલવાળી છે.

•ઓરેશ્નિક મિસાઈલની સ્પીડ  હાઇપરસોનિક (12-13 હજાર કિ.મી./કલાક) અને રેન્જ 3000થી 5500 કિ.મી સુધી છે. 

•MIRV ટેકનોલોજી (મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ્સ) – એક મિસાઇલમાં ત્રણ થી છ અલગ વોરહેડ્સ હોય છે જે વિવિધ લક્ષ્યો પર હુમલો કરી શકે છે. દરેક વોરહેડમાં સબમર્યુનિશન (નાના બોમ્બ) હોઈ શકે છે.

•ન્યૂક્લિયર અને કન્વેશનલ બંને પ્રકારના હથિયારો વહન કરી શકે છે. 

•આ મિસાઈલને રોકવી અશક્ય છે કારણ કે તેની ગતિ ખૂબ જ હોય છે અને વોરહેડ્સ મેન્યૂવર કરી શકે છે.

•યુદ્ધમાં MIRV સાથે મિસાઇલનો આ બીજો ઉપયોગ છે. MIRVનો ઉપયોગ સામાન્ય રીતે ન્યૂક્લિયર ICBM પર થાય છે.

•આ મિસાઇલ રશિયાનું એક નવી પેઢીનું હથિયાર છે, જે પશ્ચિમી દેશોને ચેતવણી આપવા માટે રચાયેલ છે.



Source link

Related Articles

Back to top button