दुनिया

હવે કોલંબિયાના પ્રમુખ ગુસાવો પેટ્રોને ટ્રમ્પે અપશબ્દો સાથે ખુલ્લી ધમકી આપી | Now Trump openly threatens Colombian President Gustavo Petro with abusive language



વેનેઝૂએલામાં અમેરિકાએ લીધેલાં લશ્કરી પગલાંનો પેટ્રોએ સખ્ત વિરોધ કરતાં કહ્યું : આ લેટિન અમેરિકી દેશોનાં સાર્વભૌમત્વ સામે પડકાર છે

વોશિંગ્ટન: વેનેઝૂએલાના પાડોશી દેશ કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોને પ્રમુખ ટ્રમ્પે અપશબ્દો સાથે ખુલ્લી ધમકી આપી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે પ્રમુખ પેટ્રો ઉપરઆરોપ મુકતાં કહ્યું હતું કે તે કોકેઈન બનાવે છે, અને તેઓ (કોલંબિયન્સ) તે કોકેઈન અમેરિકામાં ઘૂસાડે છે. આ કહેતી વખતે ટ્રમ્પે ધીમેથી અપશબ્દનો અર્ધો ઉચ્ચાર તો કર્યો જ હતો.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝૂએલાના પ્રમુખનું અપહરણ કરાવી તેમને ન્યૂયોર્ક લાવી તેમની ઉપર કાનૂની કાર્યવાહી ચલાવવાના લીધેલા નિર્ણયની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. તેમાંય વેનેઝૂએલાના પાડોશી દેશ કોલંબિયાના પ્રમુખ પેટ્રોએ કહ્યું કે, ટ્રમ્પનું આ પગલું વાસ્તવમાં માત્ર વેનેઝૂએલાનાં જ સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વ પરનો હુમલો નથી પરંતુ સમગ્ર લેટિન અમેરિકાના દેશોનાં સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વ પરનો હુમલો છે.

અમેરિકાનાં આ પગલાંનો બચાવ કરવા સાથે પ્રમુખ ટ્રમ્પે અત્યારે વેનેઝૂએલાનું શાસન સંભાળી રહેલાં ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રીગ્ઝની પ્રશંસા કરી હતી, અને કહ્યું હતું કે તેઓ તેમના દેશને ફરી મહાન બનાવશે.

બીજી તરફ વેનેઝૂએલાનાં વિપક્ષી નેતા કોરિનાને મળી રહેલા ટેકા વિષે પત્રકારોએ પૂછતાં ટ્રમ્પે કહ્યું હતું કે, તમો એક ઘણાં સારાં મહિલા છો, પરંતુ તેઓને દેશમાં પૂરતું સમર્થન નથી, પૂરતું માન પણ નથી.

વેનેઝૂએલા વિષેની ભાવિ યોજના વિષે તેમણે કહ્યું હતું કે હું અમેરિકન ઓઈલ કંપનીઓને ત્યાં મોકલવાનો છું. આપણી ઘણી મોટી ઓઇલ કંપનીઓ છે. જેઓ દુનિયામાં ક્યાંય પણ અબજો ડોલર રોકી શકે તેમ છે. તેવો ત્યાં જઈ મૂડીરોકાણ કરી વેનેઝૂએલાનાં ઓઈલ સેક્ટરને બરોબર વ્યવસ્થિત કરી દેશે.



Source link

Related Articles

Back to top button