સ્વિત્ઝર્લેન્ડનાં સ્કી.રિસોર્ટ ટાઉન, ક્રાન્સ-મોન્ટાનાના બારમાં પ્રચંડ વિસ્ફોટ આગ : મૃત્યુ, કે ઈજાગ્રસ્તોનો આંક જાણી શકાયો નથી | Massive explosion fire in bar in Crans Montana ski resort town in Switzerland

![]()
– વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી : આતંકી હુમલાની પણ શંકા
– ક્રાન્સ-મોન્ટાના સહેલાણીઓનું વિશેષત: બ્રિટિશ સહેલાણીઓનું અતિ લોકપ્રિય સ્કી. રિસોર્ટ છે, પર્વતીય પ્રદેશમાં છે
બર્ન : ખ્રિસ્તી ધર્મીઓની નવવર્ષની ઉજવણી સમયે ક્યાંક ને ક્યાંક કોઈ પણ હુમલો કે વિસ્ફોટ કે આગની દુનિયાના દેશોમાં વર્ષો નહીં દાયકાઓથી ચિંતા તો રહે જ છે. આ વખતે બધું લગભગ શાંતિપૂર્ણ રહ્યું છે. તેમ સૌ માનતા હતા. ત્યાં સ્વિત્ઝર્લેન્ડના સ્તરે ડીસ્ટ્રીક્ટ સ્થિત ક્રાન્સ-મોન્ટાના નામક સ્કી રિસોર્ટમાં આવેલા, લા-કોન્સ્ટીલેશન નામક બારમાં રાત્રે ૧:૩૦ કલાકે પ્રચંડ વિસ્ફોટ થયો હતો, તેથી કેટલાંયનાં મૃત્યુ થયાં છે. અનેકને ઈજાઓ થઈ છે. નવ વર્ષની ઉજવણી કરતા લોકોમાં ભય, ગભરાટ ફેલાઈ ગયો હતો, અને બારમાં ચીસાચીસ ગાજી રહી હતી.
ઉલ્લેખનીય છે કે સ્વિત્ઝર્લેન્ડનું આ શહેર ક્રાન્સ-મોન્ટાના સહેલાણીઓનું માનીતું સ્કી-રિસોર્ટ છે. અને તેમાં આવેલાં બાર, બા-કોન્સ્ટીલેશન અતિ લોકપ્રિય પણ છે. વિશેષત: બ્રિટિશ સહેલાણીઓ અહીં આવતા હોય છે.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે તો દસેકનાં મૃત્યુ થયાં હતાં તેમ જાણવા મળ્યું હતું પરંતુ પછીથી વૉલિસ કેન્ટનના પોલીસ પ્રવક્તા, ગેટાન લેથીઓને કહ્યું હતું કે હજી સુધી ખરો મૃત્યુઆંક કે ઈજાગ્રસ્તોનો આંક જાણી શકાયો નથી. અમે તે અંગે તપાસ શરૂ કરી જ દીધી છે. આ સ્કી-રિસોર્ટ તો આંતરરાષ્ટ્રીયસ્તરે જાણીતું છે. તેઓને પૂછવામાં આવ્યું કે આ પાછળ આતંકવાદીઓનો હાથ હોવાની તમોને શંકા છે ? ત્યારે પહેલાં તો તેઓએ કહ્યું હતું કે તેવી કોઈ શંકા નથી, પરંતુ થોડી સેકન્ડો મૌન રહ્યા પછી કહ્યું હતું કે, તે શંકા પણ નગણ્ય નથી.
નિરીક્ષકો કહે છે કે ઈસ્લામિક કટ્ટરવાદીઓ લગભગ તેમના સિવાય બધાની વિરુદ્ધ છે. તેમાંયે બાર (મયખાના) સામે તો તેઓ સતત ગિન્નાતા રહે છે. તેથી તેમણે પણ કદાચ આ વિસ્ફોટ કરાવ્યો હોય તો તે અસંભવિત તો નથી. પરંતુ આ તબક્કે તો પોલીસનું કામ સ્વીકારી લેવું પડે કે આ વિસ્ફોટ પાછળ આતંકીઓનો હાથ હોવાના હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.



