गुजरात

ગુજરાત પેટા-ચૂંટણી: કાઠિયાવાડી બાપાનો રોષ ‘અમે સારો જાણીને મોઇકલો તો, ક્યાં વીયો ગયો ખબર નથી’

Gujarat Bypoll: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી માટે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન મતદાન કરી રહેલા મતદારોના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો. અલગ અલગ બેઠક પર મતદારોએ અલગ અલગ પ્રતિભાવ આપ્યા હતા. આ તમામ બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી હતી. જે બાદમાં અધવચ્ચે જ અહીં ચૂંટણી કરવી પડી છે. મતદાન દરમિયાન મતદાતાઓએ ક્યાંક પોતે જેમને મત આપ્યો હતો તે ઉમેદવારો રાજીનામું ધરી દેતા નારાજગી વ્યક્ત કરી હતી તો અમુક જગ્યાએ મતદાતાઓએ કહ્યું હતું કે અમારા ધારાસભ્ય જે તે પક્ષમાં હતા ત્યારે કામ થતાં ન હતા હવે તેમના કામ થઈ રહ્યા છે. આ દરમિયાન ગઢડા બેઠક પર એક કાઠિયાવાડી બાપાએ પોતાના પૂર્વ ધારાસભ્ય સામે રોષ કાઢ્યો હતો.

વાતચીત કરતા એક મતદાતાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે લોકો મતદાન કરવા માટે બહાર નથી નીકળી રહ્યા. લોકોમાં ડરનો માહોલ છે. બીજા એક મતદાતાએ કહ્યું હતું કે, કોરોનાથી બહુ ડર લાગે છે, જો કોરોના થઈ જાય તો પરેશાન થઈ જવાય. આ સાથે આ યુવા મતદાતાએ એવું પણ જણાવ્યું હતું કે હું એકલો જ મતદાન કરવા માટે આવ્યો છે, કોરોનાને કારણે ઘરના વડીલોને બહાર કાઢ્યા નથી.

કાઠિયાવાડી બાપાએ કહ્યું, ‘ધારાસભ્યને સારો જાણીને મોકલ્યો, પછી દેખાયો જ નથી’

એક જાગૃત મતદાતા એવા વડીલે અસ્સલ કાઠિયાવાડી ભાષામાં પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, “ધારાસભ્યને ચૂંટીને મોકલ્યો પછી અહીં પબ્લિકની સામે જ નથી આવ્યો. અમે એને ભાળ્યો જ નથી. ક્યાં જીતીને બખોલમાં ગરી ગયો છે કે જૂનાગઢની ગૂફામાં વયો ગયો છે, ક્યાંક બાવો થઈ ગયો, ખબર જ નથી. આમા અમારે શું કરવું? તમે જ ક્યો! અહીં આવે તો અમારે અમારા ખરચે એનો જનમદિવસ ઉજવવો છે. જો આવે તો થાય ને. અમે સારો જાણીનો મોકલ્યો હતો, જાણે કે દીકરો ખોળે લીધો હોય. બીજાના દીકરાને ખોળે લઈએ એટલે લાલચ થાય કે કંઈક કામ કરશે આપણું. વડીલને કંઈક લાભ આપશે. સારો જાણીનો મોકલ્યો પરંતુ અઢી વર્ષમાં ક્યાં ખોવાય ગયો ખબર નથી.”

કોરોના સમયમાં મતદાન યોજાયું હોવા અંગે વડીલ મતદાતાએ જણાવ્યું હતું કે, “કોરોના હવે વીયો જાય તો સારું. અમે તો માનતા કરીએ છીએ. ખેતીમાં પણ કાંઈ નથી”

Related Articles

Back to top button