गुजरात

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ખાપ પંચાયતનો દબદબો

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર. રમેશભાઈ. પી. મકવાણા

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભુટકિયા ગામે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ વાડી મધ્યે મળેલ ગજાનંદ ગુર્જર મેઘવાળ સમાજ ના મોવડિયો દ્વારા ભીમાસર ગામના પંચાયતીયાને વગર કોઈ ગુને આખા ગામના સભ્યોનો બહિષ્કાર કરેલ છે

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભીમાસર ગામના અનુસૂચિત જાતિના વ્યક્તિઓને અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓએ સમાજથી બરતરફ કરેલ છે સમાજમાં લેવાતા ખોટા નિર્ણયો સામે અવાજ ઉઠાવતા સમાજના મોવડિયો એક જૂથ થઈ અને ભીમાસર ગામના વ્યક્તિઓને સમાજથી બરતરફ કરી અને એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભીમાસર ગામના લોકો (સભ્યો)  જ્યાં સુધી આપણી સામે જુકે નહીં ત્યાં સુધી એમની સાથે કોઈ પણ જાતનો સામાજિક વ્યવહાર કરવો નહીં શું ખરેખર ખાખ પંચાયત પાસે આટલી સત્તા છે ખરી કે પછી સમાજના આગેવાનો પોતાના મળતીયાઓ સાથે મળી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે

આ બાબતે કચ્છ જિલ્લા કલેકટર શ્રી અને રાપર મામલતદાર શ્રી તથા પૂર્વ કચ્છ એસ.પી. સાહેબ શ્રી ભીમાસર ગામની રૂબરૂ મુલાકાત લઈ અને અનુસૂચિ જાતિ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરે તો ઘણું બધું જાણવા મળે તેમ છે

જાણવા મળતી વિગતો મુજબ જે જગ્યાએ ખાપ પંચાયત મળેલ હતી ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ હતો

શું આ બાબતે કચ્છ જિલ્લા કલેકટરશ્રી તેમજ રાપર મામલતદાર શ્રી તેમજ પૂર્વ કચ્છ એસ.પી સાહેબ શ્રી ધ્યાન દોરશે કે કેમ તે જોવું રહ્યું

Related Articles

Back to top button