गुजरात

અંજારના ટાઉન વિસ્તારમાં આવેલ નવાનગર માંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

અંજાર કચ્છ

રિપોર્ટર રમેશભાઈ મકવાણા

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગારની બંદિ નેસ્ત નાબુદ ક૨વા જરૂરી સુચના આપેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિ/જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોઈ અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ નવાનગરમાં રેલ્વે પાટા પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના તીનપત્તીનો રૂપીયાની હાર-જીતનો જુગા૨ ૨મી રમાડે છે તેવી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઈડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડાયેલ આરોપી :-

(૧) હનીફ હુશેન બાફણ ઉ.વ.૪૦ રહે.ગાંગાનાકે ગરાસીયાવાસ શેખ ટીંબો અંજાર

(૨) ઈલીયાસ નુરમામદ કુંભાર ઉ.વ.૩૦ રહે-નવાનગ૨-૨ અંજા૨

(3) હારૂન ખમુ કકલ ઉ.વ.30 રહે-ગરાસીયાવાસ શેક ટીંબો અંજાર

(૪) ઈબ્રાહીમશા હાજીશા શેખ ઉ.વ.૫૫ રહે- ભુજ રોડ શેખ ટીંબો અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલ :- ( એમ કુલ્લે કિ.રૂ. ૨૫, ૯૦૦)

(૧) રોકડા રૂ. ૧૩, ૪૦૦/-

(૨) મોબાઈલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૧૨, ૫૦૦/-

(૨) ગજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-

આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ જે.એસ.ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે.

Related Articles

Back to top button