गुजरात

ભયજનક વાહન ચલાવી અને instagram ઉપર રીલ બનાવતા ઇસમોને પકડી પડતી ભચાઉ પોલીસ

ભચાઉ કચ્છ

રિપોર્ટર રમેશ મકવાણા

અગાઉ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારોઇ ભચાઉ હાઇવે પર ભયજનક રીતે વાહન હંકાવી રીલ બનાવનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સ૨હદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ તરફથી જાહેર રોડ તથા જાહેર જગ્યાઓ ૫૨ ભયજનક રીતે વાહનો હંકારી વિડીયો બનાવી સોશીયલ મીડીયામાં વાયરલ કરી લોકોને ભયમાં મુકી ભયજનક વાતાવરણ ઉભુ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અન્વયે જે અનુસંધાને થોડા દિવસ અગાઉ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારોઈ-ભચાઉ હાઈવે પર ભયજનક રીતે મોટર સાઈકલ હંકારી વિડીયો બનાવી સોશીયલ મીડીયા ઇન્સ્ટાગ્રામ આઈ.ડી mini_rider855 તથા bhaves.thakor1432 ઉપર વિડીયો અપલોડ કરી ભયજનક વાતાવરણ ઉભુ કરનાર બન્ને ઇસમોને ભચાઉ પોલીસ સ્ટેશન લાવી વિડીયોની ખરાઈ ક૨તા ઉપરોક્ત વિડીયો પોતે જ બનાવી મોજશોખ માટે વાયરલ કરેલ હતો.

ઉપરોક્ત મળી આવેલ બડો ઈસમો વિરૂધ્ધ આજરોજ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમોના નામ

(૧) પ્રકાશ ભીખાભાઈ કોલી ઉ.વ.૨૪ રહે.માય તા.ભચાઉ કચ્છ

(૨) ભાવેશ વાઘાભાઈ લાલાણી ઉ.વ.૨૧ રહે.ચોબારી તા.ભચાઉ કચ્છ

ડીટેઈન કરેલ વાહનો

(૧) મો.સા રજી.નંબર-GJ 39 B 0922

(૨) મો.સા રજી.નંબર-GJ 12 EM 6866

ઉપરોક્ત કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર શ્રી તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

જાહેર અપીલ – સોશીયલ મીડીયામાં જાહેર રોડ તથા જાહેર જગ્યાઓ પર ભયજનક રીતે વાહનો હંકારી વિડીયો બનાવી સોશીયલ મીડીયામાં વાયરલ કરી લોકોને ભયમાં મુકી ભયજનક વાતાવરણ ઉભુ કરનાર ઇસમો ઉપર પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે.જેથી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થાય તેવી રીતે જાહેર રોડ તથા જાહેર જગ્યાઓ વાહન હંકારી વિડીયો બનાવી સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવશે તો પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Back to top button