गुजरात

“NO DRUGS IN EAST-KUTCH CAMPAIGN”

માદક પદાર્થ (પોષડોડા)ના ૨૫૩.૧૪૫ કિ.ગ્રામ ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી અંજાર પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર રમેશભાઈ મકવાણા

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ સરહદી રેન્જ, ભુજ (કચ્છ)ના તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારસાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ-કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરીસાહેબ અંજાર વિભાગ, અંજાર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગે.કા. રીતે કેફી અને માદક પદાર્થના સેવન, વેચાણ, હેરાફેરી તથા વેપા૨ની પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્તનાબુદ ક૨વા તથા ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો આવી પ્રવૃતિ કરતા ઈસમો ૫૨ વોચ રાખી અને હકીકત આધારે અંજાર-ભુજ હાઈવે રોડ ૫૨ રતનાલમાં મેલડીમાંના મંદિર પાસે નજીક આવેલ રામદેવ હોટલ રાજસ્થાની વાળો ઇસમ પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં માદક પદાર્થનો જથ્થો ગે.કા. વેચાણ અર્થે રાખેલ હોય જે બાતમી હકીકત આધારે રેઈડ કરી આરોપીને માદક પદાર્થ પોષડોડાનો જથ્થો ટાટા ટ્રક વાહનમાં રાખી વેચાણ ક૨તો મળી આવેલ હોય જેથી મજકુર વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ -૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) રામારામ મુલારામ ચૌધરી ઉ.વ.૩૫ રહે-ખારાવાલા તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન હાલે ૨હે-૨ામદેવ રાજસ્થાની હોટલ રતનાલ તા.અંજાર

હાજર ન મળેલ આરોપી :-

(૧) ધર્મારામ ચૌધરી રહે.સીણધરીથી બાડમેર (રાજસ્થાન)

(૨) તપાસ દરમ્યાન નિકળે તે

મુદ્દામાલની વિગત :-

(૧) પોષડોડાનો પાવડર વજન ૧૯૬.૪૬૫ કિ.ગ્રામ જેની કિ.રૂ.૫, ૮૯, ૩૯૫/-

(૨) પોષડોડાના ઠાલીયા વજન ૫૬.૬૮૦ કિ.ગ્રામ જેની કિ.રૂ.૧, ૭૦, ૦૪૦/-

(3) ટાટા ટ્રક નં-GJ-15-YY-1036 જેની કિ.રૂ.૫,00,000/-

(૪) મોબાઈલ ફોન નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦૦/-

(૫) ડીજીટલ કાંટો નંગ-૦૧ જેની કિ.રૂ.૨૦૦૦/-

(૬) પ્લાસટીકના ઝબલાનુ પેકેટ નંગ-૦૧ કિ.રૂ.૫૦/-

(૭) આધાર્કાર્ડની નકલ જેની કિ.રૂ.00/-

(૮) લાઈટબીલ જેની કિ.રૂ.00/-

(૯) ગ્રામ પંચાયતના દાખલાની નકલ જેની કિ.રૂ.00/-

કુલ મુદ્દામાલની કિ.રૂ. :-૧૨, ૬૬, ૪૮૫/-

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે ૨હેલ હતા.

Related Articles

Back to top button