રાજુલામાં મંગળવારે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ
ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.
અમદાવાદ ગુજરાત
રિપોર્ટર. વિનોદભાઈ ગવાણીયા
મંગળવારે રાજુલામાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે મંગળવારે રાજુલા સંઘવી મહિલા કોલેજમાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાશે
જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે.
જાગૃત મહિલાઓને કાર્યક્રમમાં ભાગ લેવા અનુરોધ.
જાથાનો ૧૦,૦૩૦ મો કાર્યક્રમ યોજાશે.
અમદાવાદ : અમરેલી જિલ્લાના રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ હીરાલક્ષ્મી ભાઈદાસ સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મહિલાઓ અને છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ મંગળવાર તા. ૩૦ મી એ કોલેજના પટ્ટાંગણમાં અદભુત આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા ખાસ હાજરી આપી વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર ધારદાર વકતવ્ય આપશે.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ટ્રસ્ટના શ્રીમતિ ભારતીબેન સંઘવી, કિર્તીભાઈ સંઘવી, હરેનભાઈ સંઘવી, અનંતરાય શાહ, ધીરૂભાઈ ધંધુકિયા, કેમ્પસ નિયામક ડૉ. જીજ્ઞેશભાઈ વાજા, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, મેનેજર રવિભાઈ વ્યાસ, પ્રિન્સિપાલ ડૉ. રીટાબેન રાવલ અને પ્રાધ્યાપકોની હાજરીમાં કરવામાં આવશે.
ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, માથા ઉપર સગડી રાખવી, ભુવાની સાંકળ મારવાની ડીંડક લીલા, અગ્નિનું આપોઆપ સળગવું, બોલતું તાવિજ, બેડી તૂટવી, હઝરતમાં જોવું, ધૂણવું-સવારી આવવાની ધતિંગલીલા, હાથ-માથા ઉપર દીવા રાખવા, ઉકળતા તેલમાંથી હાથેથી પૂરી તળવી, જીભની આરપાર ત્રિશુલ નાખવુ, કર્ણપિશાચ વિદ્યા કાનેથી ચિઠ્ઠી વાંચવી વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવશે.
જાથાના સુરતથી સિધ્ધાર્થભાઈ દેગામી, વિનોદભાઈ વામજા, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ, મુમતાઝ કુરેશી, સ્થાનિક યોગેશભાઈ કાનાબાર, આતાભાઈ વાઘ, સંતોષ, કાન્તિભાઈ, રમેશભાઈ ચૌહાણ કાર્યકરો પ્રયોગ નિદર્શનમાં ભાગ લેવાના છે.
કોલેજના પ્રાધ્યાપકોમાં જાગૃતિબેન તેરૈયા, નેહાબેન દરજી, સનાઝનબ લાખાણી, કૃપાબેન ધુમડીયા, પૂજાબેન વાળા, ધારાબેન ખીમસુરીયા, સોનલબેન ઝાપડીયા, મીતલબેન નાથી, આશાબેન વાઘ તથા કૃપાબેન ત્રિવેદી સહિત કોલેજની છાત્રાઓ તથા કમલેશભાઈ ગુજરીયા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
કેમ્પસના નિયામક ડૉ. જીજ્ઞેશભાઈ વાજાએ જણાવ્યું કે આ પંથકની મહિલાઓ સવારે ૧૦ કલાકે તળાવ રોડ ઉપર આવેલી મહિલા કોલેજમાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.