गुजरात

રાપર બાર એસોશીયેશન ની સને ર૦૨૪ ની સાલ માટે હોદેદારોની બીનહરીફ વરણી

રાપર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

રાપર બાર એસોશીયેશન ના સભ્યોની મીટીગ બાર એસોશીયેશન ઓફ ગુજરાત રૂલ્સ ર૦૧પ અન્વયે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ના પત્ર અન્વયે દર વષ હોદેદારો બાબતે ચુંટણી કરવી તે ઠરાવ અન્વયે આજરોજ રાપર બાર એસોશીયેશન ના સભ્યોની મીટીંગ મળેલ અને તેમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ની સુચના અન્વયે રાપર બાર એસોશીયેશન ના સને ર૦૨૪ ની સાલ માટે રાપર બાર એસોશીયેશન ના પ્રમુખ તરીકે રમેશભાઈ.કે.ચાવડા ની તથા ઉપપ્રમુખ તરીકે વેલજીભાઈ.એમ.પરમાર તથા મંત્રી તરીકે તુલસીભાઈ કે.મકવાણા તથા સહમંત્રી તરીકે ભાવનાબેન ઠાકોર તથા ખજાનચી તરીકે મહેશભાઈ.આઈ.ગઢવી તથા લાઈબેરીયન તરીકે ગીતાબેન ઠાકોર તથા કારોબારી સભ્યો તરીકે મધુભા વાઘેલા, લલીતભાઈ કુબડીયા, હોથીભાઈ પરમાર, માનદાન ગઢવી,ભુપતસીંહ વાઘેલા, નરેશભાઈ ગરવા તથા અનીતાબેન આરેઠીયા ની બીનહરીફ વરણી કરવામાં આવેલ અને આમ રાપર બાર એસોશીયેશન ની દરવર્ષ ની બીનહરીફ વરણીનો શીલશીલો યથાવત રહેલ અને તમામ હોદેદારો ને સીનીયર એડવોકેટ શ્રી ધનશયામ વ્યાસ, યોગેશભાઈ ઠકકર,ધનશયામ પુંજારા, રાજેશભાઈ ચંદે, આઈ.ડી.ગઢવી હરીલાલ રાઠોડ તથા વર્તમાન પ્રમુખ ભરતભાઈ ઠાકોર દ્વારા તમામ વરાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવેલ.

Related Articles

Back to top button