“રાજ્યમાં કાળીચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિ પત્રિકા વિતરણનો પ્રારંભ થયો”
કાળીચૌદશે પાણી–અનાજનો બગાડ અટકાવી નાગરિક ધર્મ બજાવીએ... મેયર નયનાબેન પેઢડીયા
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગુજરાત
કાળીચૌદશે પશુ-પક્ષી બલી કે ડરાવાના કિસ્સામાં પોલીસ તંત્રને જાણકારી આપો… પો.કમિ. રાજુ ભાર્ગવ. દેશમાંથી અંધશ્રદ્ધાને તિલાંજલિ આપીએ… સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકર. વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ અપનાવાથી માનવ સમાજની ઉન્નતિ… મ્યુ. કમિ. આનંદ પટેલ. વિજ્ઞાન કાર્યક્રમોની ગ્રામ્ય વિસ્તારોમાં તાતી જરૂરીયાત…. જો.પો. કમિશ્નર વિધિ ચૌધરી. ચાર ચોકમાં કકડાટ કાઢવાનો રિવાજ બંધ કરીએ… જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીકાળીચૌદશે પશુ-પક્ષી બલી કે ડરાવાના કિસ્સામાં પોલીસ તંત્રને જાણકારી આપો… પો.કમિ. રાજુ ભાર્ગવ. દેશમાંથી અંધશ્રદ્ધાને તિલાંજલિ આપીએ… સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકર. વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ અપનાવાથી માનવ સમાજની ઉન્નતિ… મ્યુ. કમિ. આનંદ પટેલ. વિજ્ઞાન કાર્યક્રમોની ગ્રામ્ય વિસ્તારોમાં તાતી જરૂરીયાત…. જો.પો. કમિશ્નર વિધિ ચૌધરી. ચાર ચોકમાં કકડાટ કાઢવાનો રિવાજ બંધ કરીએ… જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી
રાજયમાં જનજાગૃતિ પત્રિકા વિતરણને જબરો પ્રતિસાદ. મહિકા ગામમાં રાજયકક્ષાની ઉજવણીથી ગ્રામજનોમાં ભારે ઉત્સાહ… જયંત પંડયા,રાજયમાં જનજાગૃતિ પત્રિકા વિતરણને જબરો પ્રતિસાદ. મહિકા ગામમાં રાજયકક્ષાની ઉજવણીથી ગ્રામજનોમાં ભારે ઉત્સાહ… જયંત પંડયા,
અમદાવાદ : દેશભરમાં તા. ૧૧ મી નવેમ્બર શનિવારે કાળીચૌદશની ઐતિહાસિક ઉજવણી કરવા વિજ્ઞાનપ્રેમીઓ, જાગૃતો, ગ્રામજનો કટીબદ્ધ થયા છે. રાજયમાં કાળીચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. પાણી, અનાજનો બગાડ અટકાવીને નાગરિક ધર્મ બજાવવાનો અવસર છે. કાળીચૌદશે પશુ-પક્ષીની બલી કે ડરાવવા – ભ્રામકતાના કિસ્સા અટકાવવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. લોકોને સતર્ક રહેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
અમદાવાદ : દેશભરમાં તા. ૧૧ મી નવેમ્બર શનિવારે કાળીચૌદશની ઐતિહાસિક ઉજવણી કરવા વિજ્ઞાનપ્રેમીઓ, જાગૃતો, ગ્રામજનો કટીબદ્ધ થયા છે. રાજયમાં કાળીચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. પાણી, અનાજનો બગાડ અટકાવીને નાગરિક ધર્મ બજાવવાનો અવસર છે. કાળીચૌદશે પશુ-પક્ષીની બલી કે ડરાવવા – ભ્રામકતાના કિસ્સા અટકાવવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. લોકોને સતર્ક રહેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
વિજ્ઞાન જાથાની જનજાગૃતિ પત્રિકા વિતરણમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયાએ અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયાસોને બિરદાવી કાળીચૌદશે પાણી- અનાજનો બગાડ અટકાવી રાષ્ટ્ર ધર્મ, નાગરિક ધર્મ બજાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. જાથાના પ્રચાર ઝુંબેશમાં જોડાયા હતા.વિજ્ઞાન જાથાની જનજાગૃતિ પત્રિકા વિતરણમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયાએ અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયાસોને બિરદાવી કાળીચૌદશે પાણી- અનાજનો બગાડ અટકાવી રાષ્ટ્ર ધર્મ, નાગરિક ધર્મ બજાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. જાથાના પ્રચાર ઝુંબેશમાં જોડાયા હતા.
રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે અંધશ્રદ્ધા સામેની ઝુંબેશને ટેકો આપી કાળીચૌદશે રાજકોટ પોલીસની વિવિધ ટીમો બનાવી પશુ-પક્ષીની બલી, ભ્રામકતા કે ડરાવાના કિસ્સા અટકાવવા ઝુંબેશ કરનાર છે. આ દિવસે લોકો જાગૃતતા કેળવી પોલીસ તંત્રને જાણકારી આપે તેવી જાથા સાથેની વાતચીતમાં જણાવાયું હતું. લોકો તર્ક, વિજ્ઞાન અભિગમ કેળવે તેવી વાત ઉચ્ચારી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુ. કમિશ્નર આનંદ પટેલે જાથાના કાર્યક્રમોથી વર્ષોથી પરિચિત છું, રૂબરૂ મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણ સાથે પુરૂષાર્થને પ્રાધાન્ય આપવું. કાળીચૌદશની અંધમાન્યતાને તિલાંજલિ આપીએ. અનાજ-પાણીનો બગાડ અટકાવવામાં સહીયારો પ્રયત્ન કરીએ.રાજકોટ મહાનગરપાલિકાના મ્યુ. કમિશ્નર આનંદ પટેલે જાથાના કાર્યક્રમોથી વર્ષોથી પરિચિત છું, રૂબરૂ મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણ સાથે પુરૂષાર્થને પ્રાધાન્ય આપવું. કાળીચૌદશની અંધમાન્યતાને તિલાંજલિ આપીએ. અનાજ-પાણીનો બગાડ અટકાવવામાં સહીયારો પ્રયત્ન કરીએ.
જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીએ અંધશ્રદ્ધા સામેની ઝુંબેશને બિરદાવી ગ્રામ્ય વિસ્તારોને વધુ આવરી જાથા અસરકારક કામગીરી કરે તેવો ભાર મુકયો હતો. કુરિવાજો, અંધશ્રદ્ધા દૂર થવા જોઈએ.
જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીએ પત્રિકા વિતરણમાં જોડાઈને ચાર ચોકમાં કકડાટના વડા મુકવાના રિવાજને તિલાંજલિ આપવી જોઈએ. કુરિવાજાને જાકારો આપવા અપીલ કરી હતી.
સ્ટે. કમિટીના ચેરમેન જયમીન ઠાકરે દેશમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા સહિયારો પ્રયત્ન, લોકચળવળ ઉભી કરવી પડશે. જાથાના સતત પ્રયાસોને બિરદાવું છું. રાજય-રાષ્ટ્રના ઘડતરમાં લોકોને જોડવાની વાત ઉચ્ચારી હતી. મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતિ લીલુબેન જાદવે જાગૃતિ પત્રિકાની સરાહના કરી જાથા દાયકાઓથી કામ કરે છે. આજે નહિ તો કાલે પરિણામ આવશે તેવા ધ્યેય સાથે કામ કરનારા સૌને અભિનંદન પાઠવું છું.
મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડીયાએ જાથા વર્ષોથી કામ કરે છે તેનો સાક્ષી છું, લોકોના ઉત્થાન માટેની કામગીરીને બિરદાવું છું. કાળીચૌદશની અંધમાન્યતાને જાકારો આપવાનો સમય પાકી ગયો છે. કુરિવાજ, જડમાન્યતાને તિલાંજલિ આપવી જરૂરી છે. મ્યુ. આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ પત્રિકા ઝુંબેશમાં સહભાગી થયા હતા.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ રાજયવ્યાપી જનજાગૃતિ પત્રિકા વિતરણનો પ્રારંભ મહિકા–રાજકોટ ખાતેથી શરૂ કરવાની સાથે લોકોમાં જબરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ૨૧ મી સદીમા અંધશ્રદ્ધાને જાકારો આપવો નૈતિક ફરજ બની જાય છે. અંધશ્રદ્ધા, વ્હેમ, કુરિવાજ, ગેરમાન્યતાથી સમાજ, રાષ્ટ્રને નુકશાન થાય છે. અંધશ્રદ્ધાથી અધોગતિ મળે છે. કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ પુરૂષાર્થ, વિજ્ઞાન અભિગમથી જ શકય છે. લેભાગુઓ સદીઓથી ગુમરાહ કરે છે, જાગવાની જરૂર છે. જાથા ૩૧ માં વર્ષે મહિકા ગામમાં રાજયકક્ષાનો કાર્યક્ર યોજે છે તેમાં ભાગીદાર બનવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. મિટીંગમાં મહિકા સ્મશાનમાં ગ્રામજનોએ હાજરી આપી હતી. શનિવારે સોનાપુરીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
મહિકા ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ મોલીયા અને સંજયભાઈ મોલીયાએ પત્રિકા વિતરણ કરતાં ગ્રામજનો અને આસપાસના જાગૃતોને ભાગ લેવા કકડાટના વડા આરોગવા આહવાન કર્યું હતું. જાથાના સહમંત્રી પ્રમોદ પંડયા, નિર્ભય જોશી, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ પત્રિકા વિતરણમાં જોડાયા હતા.
પૂર્વ સરપંચ બાબુભાઈ મોલીયાની રાહબર નીચે સંજય મોલીયા, ભરતભાઈ રામજીભાઈ, બાબુભાઈ મોલીયા, કિશોર માલવીયા, હિતેષ ગઢીયા, ભરત મોલીયા, રમેશ બાબુભાઈ, ચંદુભાઈ પ્રેમજીભાઈ, કનુ મકનભાઈ, રમેશ પરસોતમભાઈ, હરેશ જસમતભાઈ, જાદવ દેવરાજભાઈ, ૨મેશ પોપટભાઈ, લલિત ખુંટ, મુકેશ સાંખડ, દલસુખ મોલીયા, સંદિપ ગઢિયા, રમેશ બોઘરા, પિયુષભાઈ સંચાણીયા, આશિષ મોલીયા, નાગજીભાઈ ખુંટ, ભીમજી મોલીયા, સરપંચ પાર્વતીબેન બાબુભાઈ, વર્ષાબેન રસિકભાઈ સહિત અનેક ગ્રામજનો પત્રિકા વિતરણમાં ભાગ લીધો હતો.
ફોટો તસ્વીર : રાજયવ્યાપી પત્રિકા વિતરણમાં રાજકોટના મેયર નયનાબેન, પો. કિંમ. રાજુ ભાર્ગવ, સ્ટે, કમિટી ચેરમેન જયમીન ઠાકર, જો.પો.મિ. વિધિ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન, મ્યુ.કમિ. આનંદ પટેલ વિગેરે આગેવાનોએ ભાગ લીધો હતો. જાગૃતો નજરે પડે છે.