અંજારના ભુવડ ખાતે આવેલ કન્ટેનર યાર્ડ માંથી થયેલ ૦૬ કન્ટેનર ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ૦૩ આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ
અંજાર
કાંતિલાલ સોલંકી
શ્રી જે.આર. મોથાલીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ- કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોઈ.
જે અન્વયે શ્રી સાહિત્યા વિ.સાહેબ પ્રો.એ.એસ.પી તથા શ્રી એસ. ડી. સિસોદીયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સુચનાથી અંજાર પોલીસ દ્વારા અંજાર તાલુકાના ભુવડ ખાતે આવેલ ફોરસી કંપનીના કન્ટેનર યાર્ડ માંથી કુલ ૦૬ કંટેનરની રાત્રીના ચોરી થયેલ જે બાબતે અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે એક ટીમ ને મુંદ્રા મોકલી બે આરોપીઓને મુંદ્રા ખાતેથી તથા એક આરોપી અમદાવાદ હોવાની હકીકત મળતા એક ટીમને અમદાવાદ ખાતે મોકલી આરોપીને ઝડપી પાડી આ ગુનામાં સંડોવાયેલ કુલ-૦૩ આરોપીઓને પકડી ધોરણસર અટક કરી ગુનામાં ગયેલ ૦૬ કન્ટેનર જેને આરોપીઓએ કટીંગ કરી ભંગારમાં વેચી નાખેલ તે ૦૬ કન્ટેનરનો મુદ્દામાલ સ્ક્રેપ તથા તેના વેચાણની રોકડ રકમ આરોપીઓ પાસેથી કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. શોધી કાઢેલ ગુન્હો: –
(૧) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૩૦૯૧૦/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૮૦ ૪૫૭ ૪૧૧ વિગેરે મુજબ
પકડાયેલ આરોપીઓ
(૧) આમદ સાલેમામદ કુંભાર(મુસ્લિમ) ઉવ.૨૪ રહે મુંદ્રા કચ્છ (૨) સફીઆલમ ઝફરહુસૈન સૈયદ ઉવ.૩૪ રહે પટેલ હોસ્પીટલ પાછળ બારોઈ રોડ મુંદ્રા મૂળ રહે ફુલવાડી શરીફ પટના રાજ્ય બિહાર (૩) ભેરુલાલ સુવાલાલ ગુજ્જર ઉવ.૩૪ રહે,મ.નં.૨૦/૨૩૮ આદર્શનગર નારણપુરા અમદાવાદ મૂળ રહે મોટરો કા ખેડા નાથડીયા તા. રાયપુર જી. ભીલવાડા રાજસ્થાન
કબ્જે કરેલ મુદ્દામાલ : –
(૧) રોકડા રૂપિયા- ૯, ૧૮, ૦૦૦/- (૨) કટીંગ કરેલ કંટેનર નો સ્ક્રેપ ૮૩૦૫ કિ.ગ્રા.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પ્રો.એ.એસ.પી સાહિત્યા વિ. સાહેબ તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોએ સાથે રહી કામગીરી કરેલ છે.