गुजरात

રાજકોટની યુવતીએ લગ્ન પહેલા આપી યુનિવર્સિટીની પરીક્ષા, પાનેતર પહેરીને લખ્યું પેપર

રાજકોટ: રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે અને તાજેતરમાં લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ છે. લગ્નના કારણે ઘણી છોકરીઓ પોતાનો અભ્યાસ છોડી દે છે, પરંતુ આ દરમિયાન જ્યારે શિવાંગી બગથરિયા નામની યુવતી લગ્નના કપડા પહેરીને પરીક્ષા ખંડમાં આવી તો તેણે જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેણે મીડિયાને કહ્યું કે, મારા માટે લગ્ન કરતાં શિક્ષણ વધુ મહત્વનું છે.

પરીક્ષા હોવાથી લગ્નનું મહુર્ત મોડુ રાખ્યું હતું

લગ્ન પહેલા પરીક્ષા આપનાર શિવાંગીએ જણાવ્યું હતું, હું આજે બેચલર ઓફ સોશિયલ વર્કની પરીક્ષા આપવા આવી છું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સમાજીક કાર્ય કરવું એ મારા જીવનનું એક મહત્વનું કાર્ય છે. જેના માટે અભ્યાસ કરવો જરૂરી છે અને એટલે જ આજે હું મારી પરીક્ષા આપવા આવી છું. જયારે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ હતી. માટે અમે લગ્નનું મહુર્ત થોડું મોડું નક્કી કર્યું અને પહેલા હું એક્ઝામ આપવા આવી છું.

શિવાંગ હાલ BSWનો અભ્યાસ કરી રહી છે.

શિવાંગી બગથરિયા નામની યુવતી પરીક્ષા આપવા માટે આવી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે, લગ્ન કરતા મારા માટે શિક્ષણ મહત્વનું છે. શિવાંગી નામની આ યુવતી બેચલર ઓફ સોશિયલ વર્કની પરીક્ષા આપવા આવી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ હતી. માટે અમે લગ્નનું મુહુર્ત થોડું મોડું નક્કી કર્યું અને પહેલા હું પરીક્ષા આપવા માટે આવી છું. શિવાંગી હાલ BSWનો અભ્યાસ કરે છે. શિવાંગી લગ્ન પહેલા પોતાના પતિ સાથે કોલેજ પરીક્ષા આપવા પહોંચી હતી.શિવાંગીએ અભ્યાસને મહત્વ આપવા માટે લગ્નના દિવસે જ પ્રભુતામાં પગલા પાડે તે પહેલા દુલ્હનના શણગારમાં કોલેજની પરીક્ષા આપી હતી.

Related Articles

Back to top button