गुजरात

કામરેજ વિધાનસભાના અલલ અલગ વિસ્તારની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ

જીએનએ સુરત

 

ઘણી વાર લોકોના મોંએ સાંભળીએ છીએ કે અમે ચૂંટીને લાવ્યા પણ અમારા વિસ્તારમાં જ દેખાતા નથી. પ્રજાના કામ કરવા માટે પ્રજા દ્વારા ચૂંટીને લાવવામાં આવતા પ્રતિનિધિ જ ગાયબ રહેતા જોયું હશે પરંતુ જ્યારે સ્વજાતે પોતાના વિસ્તાર સાથે ગામો અને રાજ્યની પ્રજા જોગ નિષવાર્થ કાર્ય કરવા તત્પર રહેતા હોય તેવા પ્રતિનિધિ જૂજ જ જોવા મળતા હોય છે અને જયારે સક્રિય, સજાગ અને પ્રજાના કામ માટે તત્પર રેહતા પ્રતિનિધિ વિસ્તાર અને ગામની પ્રજા અને કાર્યો નું ખુદ ધ્યાન રાખે ત્યારે પ્રજા પણ તેમને હર્ષભેર આવકારે છે. પ્રજા સાથે રહી સુખ દુઃખમાં સદૈવ ઉભા રહેતા રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ કંઈક અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને પોતાને સમય મળતાની સાથે જ રાજ્યની પ્રજા સાથે સાથે પોતાના વિસ્તાર અને ગામની પ્રજાને અને વિસ્તારમાં થતા કાર્ય ના નિરીક્ષણ, પ્રશ્નો માટે તેમની વચ્ચે જઈ મુલાકાત લેતા હોય છે.

તાજેતરમાં જ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ દ્વારા કામરેજ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઉંભેળ, વલથાણ, પરબ, હલધરું, ખાનપુર, મીરપુર, રૂંધી, પલી, અણુરા અને સીમડી સહિતના ગામોમાં પ્રત્યક્ષ મુલાકાત કરી હતી અને સ્થાનિક પ્રશ્નો અને વિકાસલક્ષી કામોની રજૂઆત સાંભળીને જરૂરી સૂચનો કર્યાં અને અગ્રતાના ધોરણે પ્રશ્નોના નિવારણ માટેની ખાતરી આપી. આ લોકપ્રશ્નો સાંભળવાં સાથે શુભેચ્છકો અને મતવિસ્તારના લોકો જોડે મળવાની પણ તક મળતા તેઓએ તેનો આનંદ અનુભવ્યો હતો.

Related Articles

Back to top button