શક્તિપીઠ અંબાજી બસ ડેપોમાં દારૂનું વેચાણ યથાવત, સ્થાનિક પોલીસ ને આંખ આડા કાન
ડેપોમાં ખુલ્લેઆમ વેંચાતા દારૂ બાબતે ડેપો મેનેઝર કેમ ચૂપ ?
અંબાજી
કમલેશ રાવળ
બસ ડેપોમાં કોણ આપી રહ્યું છે દારૂ જેવા ગોરખ ધંધાની પરમિશન ? બનાસકાંઠાના અંબાજી બસ ડેપોમાં છેલ્લા કેટલાય સમયથી મહિલા બુટલેગરો દ્વારા દેશી દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને લઈ સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે થોડા દિવસ અગાઉ પણ બસ ડેપોમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે આજે ફરી એક વાર વિડીયો સામે આવ્યો છે જેમાં એક મહિલા દારૂ પીનારને કહી રહી છે કે ઉનાળાનો દારૂ છે એક દમ ઠંડો પીવો મજા આવશે અને ચાર જેટલા દારૂડિયા ડેપોમાં બિન્દાસ બેઠા છે અને એક કાળા કપડા પહેરેલ માણસ ખુલ્લેઆમ દારૂની મઝા માણી રહ્યો છે અને બીજા ત્રણ દારૂડિયા તેને જોઈ રહ્યા છે અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે જયાં દેશ વિદેશ ના લોકો માતાજીના દર્શને આવતા હોય છે તેવામાં બસ મા મુસાફરી કરતા લોકો જ્યારે આ દારૂ જેવી પ્રવૃતિઓ જોવે તે કેટલું યોગ્ય કહેવાય, અંબાજી પીઆઇ આ બાબતે કડકાઈ વર્તે અને દારૂ વેચનાર તેમજ દારૂ જેવી પ્રવુતિઓને પરમિશન આપનાર સામે કાયદાકીય પગલાં લે તેવી અંબાજી ધામ મા રહ