દહેગામમાં કોંગ્રેસ યુવા નેતા વખતસિંહ અમરસિંહ ચૌહાણ છેલ્લા દિવસે ફોર્મ ભર્યું.
આતંરિક વિખવાદથી કામિનીબેન રાઠોડે છેલ્લા દિવસે સમર્થકો સાથે અપક્ષમાં ફોર્મ ભર્યું.

દહેગામ
આર.જે. રાઠોડ.
દહેગામ ૩૪. વિધાનસભામાં અંતિમ દિવસે કુલ ૧૮. ફોર્મ ભરાયા હતા. જેમાં પ્રથમ ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુહાગભાઇ પંચાલે મોટી સંખ્યામાં સમર્થકો. હોદ્દેદારો. કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરીમાં સુહાગભાઇ પંચાલે ફોર્મ ભર્યું હતું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગરવી ગુજરાત પાર્ટીના રૂપલબા મોહબ્બતસિંહ ચૌહાણે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. અંતિમ દિવસે કોંગ્રેસ કાર્યાલય મહાસુખ નાથજીની વાડી ખાતે થી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વખતસિંહ અમરસિંહ ચૌહાણ સમર્થકો. હોદ્દેદારો. કાર્યકરો સાથે મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ અવગણના કરી એવું કહેનાર કામિનીબેન રાઠોડે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ બાબુસિહ ઝાલા જીંડવા ગામનાએ અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. અન્ય અપક્ષોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. અંતિમ દિવસે કુલ ૧૮. ફોર્મ ભરાયાં હતાં. આ વખતે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સામ સામે ટક્કર લઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એટલે પક્ષમાં જ જંગ જામશે તેવું જ લોક મુખે પણ ચર્ચાય રહ્યું છે.