દહેગામ શહેરમાં પૃથ્વીરાજ ચૌહાણની પુરાકદની પંચધાતુની પ્રતિમાનું લોકાર્પણ
લોકાર્પણનાં મુખ્ય મહેમાન શેરસિહ રાણા (ક્ષત્રિય વિર હિન્દુ શિરોમણી) અતિથિ વિશેષ
આર.જે. રાઠોડ.
દહેગામ.
ગાંધીનગર જિલ્લાના દહેગામ એસ.ટી. સ્ટેન્ડ સામે આવેલ ભારતીય સંવિધાનના પ્રણેતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સામે પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમાનું અનાવરણ વિધિનું ભવ્ય લોકાર્પણ કરાયું. લોકાર્પણનાં મુખ્ય મહેમાન શેરસિહ રાણા (ક્ષત્રિય વિર હિન્દુ શિરોમણી) અતિથિ વિશેષ મહેમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ. પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ. પાલિકાના પ્રમુખ પીનાબેન શાહ. સંતશ્રી પ્રહલાદસિંહ બાપુ. કમલરાજસિંહ ચૌહાણ. ધર્મપાલસિંહ ઝાલા. કામાખીયાસિહજી ચૌહાણ. જે. પી. જાડેજા. કિરપાલસિંહજી ચાવડા. વિજયસિંહજી ચાવડા. રાજસિંહ શેખાવત. ગીરીરાજસિંહજી જાડેજા. કરણસિંહજી ચાવડા. વિરલસિહજી ચાવડા. અભિજીતસિંહ બારડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તથા મ્યુનિસિપલ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરાના ભજનિક કલાકાર દેવાયત ખવડે દુહા. છંદ. ભજનિક વરસાદ વરસાવતાં દહેગામ તાલુકાની જાહેર જનતાએ આનંદ માણ્યો હતો. અનાવરણ લોકાર્પણનાં સમસ્ત આયોજક યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનના યુવાનોનું સપનું સાકાર થયું અને શૈક્ષણિક સંકુલમાં ૧૦. ફુટ ઉંચી પંચધાતુની પ્રતિમાનું નિર્માણ કરી. ભવ્ય કાર્યક્રમને જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આ અનાવરણ લોકાર્પણમાં મોટી સંખ્યામાં દહેગામ તાલુકાની જાહેર જનતાએ સાથ સહકાર આપતાં યુવા ક્ષત્રિય વિકાસ સંગઠને આભાર માન્યો હતો.