અનુસૂચિત સમાજમાં એકતા અને ભાઇચારો વધારવાના ઉદ્દેશ સાથે સમસ્ત અનુસુચિત જાતિ સમાજ ને એકમંચ કરવા બેઠક યોજાઈ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
રાપર કચ્છ
સમસ્ત રાપર તાલુકા મેઘવાળ સમાજ વાડી ખાતે તાલુકાના વિવિધ ગામોના આગેવાનો, યુવાઓ તેમજ વિવિધ સંગઠનો ના પદાધિકારીઓ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં સમગ્ર રાપર તાલુકાના અનુસુચિત જાતિ ને એક મંચ કરી સમાજને વધુ મજબૂત બનાવવા સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરાઇ હતી જેમાં સામાજીક આગેવાન અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સમાજ મા એકતા અને ભાઇચારો વધારવાના ઉદેશ્ય સાથે આવનાર સમયમાં રાપર તાલુકાના દરેક ગામડાંઓનો પ્રવાસ કરી ગામે ગામે સમિતિઓ બનાવી સમાજના દરેક તબક્કાના લોકોને એક કરી એક મત એક વિચાર સાથે મજબૂત સમાજનુ નિર્માણ કરવા સમાજના તમામ આગેવાનો, યુવાઓ અને વિવિધ સંગઠનોને સાથે લઈને આગળ વધીશું તેમજ સમાજમાં રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધા દુર કરી મહાપુરુષોની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડવા હંમેશા કાર્યરત રહીશુ સમાજના તમામ લોકો સાથે મળીને આ દિશા તરફ કાર્ય કરીશું અને એક મજબૂત સમાજનુ નિર્માણ કરીશુ
બેઠકમાં રાપર તાલુકાના વિવિધ સંગઠનો ના પદાધિકારીઓ , સમાજના આગેવાનો,યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા