गुजरात

કંડલા થી તેલ ભરીને જતા ટેન્કરો માથી તેલ ચોરી કરતા ઈસમોને પકડી પાડતી અંજાર પોલીસ

અંજાર. કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે ચોરી તેમજ મિલ્કત સબંધી ગુના કામેના આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોઇ અને ના.રા.માં હતા તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વરસાણા ચોકડી પાસે આવેલ આહિર પ્લાયવુડ ની બાજુમાં આવેલ પ્લોટ નં -૨૭ વાળા પાસે ભરત કરશનભાઇ આહીર રહે . છાડવારા તા.ભચાઉ વાળૉ પોતાના ભાડુતી માણસો સાથે કંડલાથી સોયાબીન તેલ ભરીને દેશના જુદા – જુદા ભાગોમાં જતા ટેન્કરોના ડ્રાયવર / કલીનરોને લલચાવી ફોસલાવી તેઓના મેળાપીપણામાં પોતાના આર્થીક ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે સોયાબીન તેલ કાઢી તેનો સંગ્રહ કરી કરાવે છે તે બાતમીના આધારે રેઈડ કરતા એક આરોપીને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે .
પકડાયેલ આરોપીઓ :
( ૧ ) હરજીભાઇ રાજાભાઇ રબારી ઉ.વ .૩૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.રબારી વાસ , નંદગામ તા.ભચાઉ
પકડવાના બાકી આરોપીઓ :
( ૧ ) ભરત કરશનભાઇ આહીર રહે . છાડવારા તા.ભચાઉ
( ૨ ) શંકર મારવાડી કે જેના મો.નં -૮૯૮૦૯ ૩૫૪૨૧
( ૩ ) ટેન્કર નં- GJ – 12 – Z – 4708 વાળાનો ચાલક
( ૪ ) તપાસ દરમ્યાન જે જણાઈ આવે તે પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ :
( ૧ ) સોયાબીન તેલ કિ.રૂ .૯૭,૮૧,૩૨૫ /
( ૨ ) ટેન્કર નં- GJ – 12-2-4708 કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦ /
( ૩ ) ટેન્કર નં- GJ – 12 – AT – 8398 કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦ /
( ૪ ) મો.ફોન નંગ -૧ કિ.રૂ .૫,૦૦૦ / ૦૦
( ૫ ) બીલ્ટી નંગ -૨ કિ.રૂ .૦૦ / ૦૦ કુલ્લે મુદામાલ કિ.રૂ. ૧,૩૭,૮૬,૩૨૫ / ૦૦ / –

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા

Related Articles

Back to top button