ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસની ગતિ ધીમી પડતાં લોકોમાં હાશકારો, ૨૬ કેસ નોંધાયા
ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસની ગતિ મંદ પડી હોય તેવું જણાઈ રહ્યું છે.મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં શનીવારે કુલ ૨૬ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા.જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ૧૫, બનાસકાંઠામાં માત્ર ૨ અને પાટણમાં ૯ કોરોનાના કેસ સામે આવ્યા છે. અત્યાર હાલમાં ત્રણેય જિલ્લામાં કોરોનાના કુલ ૧૬૮ જેટલા દર્દીઓ હોમ આઈસોલેશન થઈને અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.કોરોનાની ચોથી લહેરની સંભાવના વચ્ચે શનીવારે મહેસાણા જિલ્લામાં લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૮૩૭ ના રીઝલ્ટ નેગેટીવ આવ્યા હતા. જેમાંથી ૧૧ના રીઝલ્ટ પોઝિટીવ આવ્યા હતા.જયાર ૪વ્યકિતનો ખાનગી લેબમાં પોઝિટીવ રીઝલ્ટ આવેલ.જિલ્લામાં અત્યારે ૮૭ કોરોનાના એક્ટિવ કેસ છે.ં૧૩ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા શનીવારે આરટીપીસીઆર અને એન્ટીજન મળી ૨૦૯૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી લાખણી ૧ અને વાવમાં ૧ મળી માત્ર ૨ કેસ પોઝીટીવ આવ્યા હતા.