गुजरात

કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્રારા સરકારના કર્મચારીને રાહત થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મળનારી કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી દ્રારા સરકારના કર્મચારીને રાહત થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઇને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે.પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે,રાજ્ય સરકાર અધિકારી – કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજીત ૪૨,૦૦૦થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે.

Related Articles

Back to top button