અમદાવાદ: સંસ્થાનો પ્રેસિડન્ટ યુવતીને કહેતો, ‘મારે પાર્ટનર જોઈએ છે, જેની સાથે સેક્સ્યુઅલ સંબંધ રાખી શકું’

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં આવેલી SPRAT નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, સંસ્થાનો પ્રેસિડન્ટ હસન ઝોહર નામનો વ્યક્તિ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો. આટલું જ નહીં તેને સેક્સ કર્યું છે કે, કેમ તેવી ગંદી વાતો કરતો હતો અને જ્યારે તે એકલો હોય ત્યારે હસ્તમૈથુન કરે તેવી અશ્લીલ વાતો પણ કરતો હતો. યુવતી એ આ વાતો ન કરવા કહેતા તેને કામમાં પજવણી કરાતી અને જ્યારે યુવતીએ કંટાળીને રાજીનામુ આપી દીધું તો યુવતીના ડોક્યુમેન્ટ તેને પરત અપાયા ન હતા. જેથી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ બિહારની અને હાલ ગાંધીનગરમાં રહેતી 33 વર્ષીય યુવતી ગાંધીનગરમાં એક યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે. વર્ષ 2020ના ઓકટોબર માસમાં SPRAT નામની એક સંસ્થામાં તેમને નોકરી માટે એપ્લાય કર્યું હતું. જેથી આ સંસ્થાના પ્રેસિડેન્ટ હસન ઝોહરે પાલડીમાં આવેલા રાજનગર કોમ્પ્લેક્સમાં આ સંસ્થાની હેડ ઓફિસ ખાતે ઇન્ટરવ્યૂ લીધું હતું. ત્યાં આ યુવતીની ફિલ્ડ વર્ક અને સોશ્યલ વર્ક ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હતી.