गुजरात

સરપંચ સંવાદ:સી.આર. પાટિલનું વચન, વડાપ્રધાનને રોજ પૂછતો રહીશ, ‘સરહદી કચ્છને નર્મદાના વધારાના પાણી આપવાનું શું થયું’

જિલ્લા મથક ભુજમાં ગુરુવારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.અાર. પાટીલના અધ્યક્ષ સ્થાને ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કચ્છની ચિંતા કરે છે. હું મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી યાદ કરાવી દઈશ કે, કચ્છના લોકો રાહ જોઈ રહ્યા છે. હું હેમરિંગ કરતો રહીશ. એમને રોજ પૂછતો રહીશ કે, કચ્છને નર્મદાના વધારાના પાણી આપવાનું ક્યાં પહોંચ્યું, ક્યારે આપશો. તમને રાહ નહીં જોવી પડે. એ વચન આપું છું. જોકે, એમણે સામે શરત પણ મૂકી હતી કે, મને પણ ખાતરી આપો કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામેતમામ બેઠકો ભાજપને મળશે.

પ્રારંભમાં અંજાર વિધાન સભાની બેઠક ઉપરથી ચૂંટાયેલા રાજ્યમંત્રી વાસણ આહિરે અને સાંસદ વિનો ચાવડાએ પ્રવચન કર્યું હતું, જેમાં રાજ્યમંત્રી આહિરે કહ્યું હતું કે, ઘણા કોંગ્રેસી ભાજપમાં આવવા તૈયાર છે. પરંતુ, આર.સી. પાટીલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર ભરોસો કરો. બીજા ઉપર ભરોસો રાખવાની જરૂર નથી. હવે કોઈને લેવાની જરૂર નથી. બહારન લોકો માટે દરવાજા બંધ કરી દીધા છે.

પોતાની તાકાત ઉપર જંગી બહુમતી સાથે જીતતા જશું. એ માટે તેમણે પેજ કમિટીની તાકાતનો ઉપયોગ કરવા કહ્યું હતું. પેજ કમિટી કેવી રીતે કામ કરશે અને પેજ કમિટીના ઉપયોગથી વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે 75થી 80 હજારની સરસાઈથી જીતી શકાય એ સમજાવ્યું હતું. તેમણે આહવાન કરતા કહ્યું હતું કે, સાૈથી વધુ બેઠકો જીતવા સાથે કોઈ રાજ્યમાં ન થઈ હોય એટલી ગુજરાત રાજ્યમાં સાૈથી વધુ કોંગ્રેસની ડિપોઝિટ જમા થાય એનો રેકર્ડ કરવાનો છે.

આવનારા દિવસોમાં જે અપેક્ષા રાખી છે એ કોંગ્રેસ સફાચટ કરવાની છે. સાંસદ વિનોદ ચાવડા, કેશુભાઈ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, ડો. નિમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, રમેશ મહેશ્વરી, ત્રિકમ છાંગા, કાૈશલ્યા માધાપરિયા,પંકજ મહેતા, અંબાવીભાઇ વાવીયા મંચસ્થ રહ્યા હતા. અનવર નોડે, સાત્વિક ગઢવી, રાહુલ ગોર, મયંક રૂપારેલે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.

Related Articles

Back to top button