મિતલી પ્રાથમિક શાળામાં 75માં અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ
ખંભાત ગુજરાત
અનીલ મકવાણા
ખંભાત તાલુકાની મિતલી પ્રા.શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 મા સ્વાતંત્ર દિનની ઉજવણી શાનદાર રીતે ગામના વાલીઓ,બાળકો,શાળાના સમગ્ર સ્ટાફ અને પંચાયતના સભ્યો તેમજ સ્ટાફની હાજરીમાં ઉલ્લાસમય વાતાવરણમાં મોટી સંખ્યામાં ઉજવણી કરવામાં આવી.શાળાનો સ્ટાફ,હાઈસ્કૂલનો સ્ટાફ તેમજ ગ્રામ પંચાયત સ્ટાફે ભેગા મળી ખૂબ જહેમત ઉઠાવી હતી.ગામના સરપંચ રણછોડભાઈ જાદવ અને તખતસંગ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહી રેલીની આગેવાની કરેલ હતી.શિક્ષક ગણે ત્રિરંગા સાથે સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રભાવનાનો માહોલ બનાવેલ.આ પ્રસંગે સરપંચશ્રીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું.ગામના દાતાઓમાં ગ્રામપંચાયત તરફથી આ પ્રસંગે 1000 બિસ્કિટના પેકેટનું વિતરણ કરાયું હતું.બીજા એક દાતા ગોપાલક માલધારી સમાજ મિતલી તરફથી બાળકોને 130 લીટર દૂધ આપી ખીર ખવડાવવામાં આવી.તેમજ રઘુભાઈ ગગુભાઈ ભગત ના સ્મરણાર્થે તમામ બાળકોને બુંદી વિતરણ કરાયું.ખંભાતના એક અન્ય દાતા સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શેઠશ્રી ભગવતીલાલ રાવની યાદમાં તેમની દીકરીઓ હર્ષિદા બેન,ભારતી બેન,અને નીલમબેન તરફથી તમામ બાળકોને અમુલ ચોકલેટ વિતરણ કરાયું હતું.શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ પ્રજાપતિએ પ્રસંગોચીત પ્રવચન કર્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વણકરે કર્યું.તેમજ હાઈસ્કૂલના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા તન અને મનથી પૂરો સાથ સહકાર આપેલ.આ કાર્યક્રમ બાદ એસેમસી સભ્યો અને વાલી મિટિંગનું આયોજન પણ કરવામાં આવેલ. અંતમાં ખોડાભાઈ ચૌહાણે સર્વે મહેમાનોની આભાર વિધિ કરી હતી