गुजरात

નખત્રાણા શહેરની અંદર નખત્રાણા મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે રસ્તા ઉપર સ્કુટી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

નખત્રાણા શહેરની અંદર નખત્રાણા મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે રસ્તા ઉપર સ્કુટી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો તેની અંદર ખુશાલી હરેશભાઈ વાઘેલા નામની યુવતી ને માથા ની અંદર ગંભીર ઇજાઓ થયેલ છે નખત્રાણા CHC હોસ્પિટલ બાદ તાત્કાલિક સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા છે મિત્રો આ ઘટના નખત્રાણા માટે નવી નથી નખત્રાણા એટલે ગુજરાત જુથ ગ્રામ પંચાયતનું મોટામાં મોટી ગ્રામ પંચાયત નખત્રાણા શહેરની અંદર થી મોટા વાહનો પસાર થાય છે ત્યારે બાયપાસ ની જરૂર છે નખત્રાણા હાઈવે નખત્રાણા શહેરની વચ્ચેથી નીકળે છે હાઈવે ઉપર મામલતદાર કચેરી નખત્રાણા પોલીસ સ્ટેશન નખત્રાણા ની મેન બજાર ત્યારબાદ કોલેજ નિષ્કલંકી નારાયણ મંદિર એટલે કે માનવ સમુદાયની ભીડભાડવાળા સ્થાનો બધા જ રોડ પર આવેલા છે ત્યારે ટ્રાફિક સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે ને છાશ વારે ખૂબ જ મોટા પ્રમાણમાં અકસ્માતો થાય છે ઘણા અકસ્માતમાં માણસના જીવ ગયા છે ત્યારે જાગૃત નાગરિક તરીકે ઘણા એવા પ્રશ્નના નખત્રાણાની ટ્રાફિકની સમસ્યા બાબતે થાય છે ત્યારે બેરુ રોડ ની આજુબાજુ ડિવાઈડર ની બાજુમાં તેમજ સિટીની અંદર પસાર થતા હાઇવેના ડિવાઈડર બાજુ ખૂબ જ માટી ધૂળ જામી ગયેલ છે જેના લીધે ટુ વ્હીલર વાહનો સ્લીપ થાય છે અને આના લીધે ખૂબ જ જીવ લેવા અકસ્માત થાય છે ત્યારે તંત્ર અને નખત્રાણા જુથ ગ્રામ પંચાયત બંને સાથે મળીને જ્યાં જ્યાં આ સમસ્યા છે ત્યાં રોડ રસ્તા વ્યવસ્થિત સાફ કરવા જરૂરી છે એ નૈતિક ફરજ સમજી જલ્દીથી એનો નિરાકરણ આવે એવી નખત્રાણા ગ્રામજનો નહીં આગ્રહ ભરી વિનંતી વહીવટીતંત્રને અને નખત્રાણા જુથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ને છે નખત્રાણા શહેરની અંદર જ્યાં જે વિભાગના અંદર રોડ રસ્તા આવતા હોય એ નૈતિક જવાબદારી લઇ અને જલ્દીથી આની સાફ-સફાઈ અને મરામત કરાવે એવી વિનંતી સાથે ગ્રામજનો જલ્દીથી અમલવારી થાય એવી આશા રાખી રહ્યા છે

 

Related Articles

Back to top button