પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “ બી ” ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકથી પૂર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી / જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજાર તથા શ્રી.પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ પોલીસ ઈન્સપેક્ટર ગાંધીધામ “ બી ” ડીવીજન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા અમલવારી કરવા સારૂ સુચના હેઠળ બાતમી આધારે ગાંધીધામ કાર્ગો યાદવનગર ઝુંપડપટ્ટી માંથી અંગ્રેજી દારૂના જથ્થા સાથે એડ ઇશમને પકડી પાડી નીચે મુજબની કાયદેસ૨ કાર્યવાહી કરવામાં આવેલ છે .
આરોપીનું નામ :
દેવ ઉર્ફે રોકી દેવજીભાઈ ભરવાડ ઉ.વ .૨૨ રહે.કાર્ગો યાદવનગર ઝુંપડપટ્ટી ગાંધીધામ મૂળ રહે . નવાપરા વિસ્તાર રાપર –
પડાયેલ મુદ્દામાલ :
( ૧ ) રોયલ ચેલેન્જની બોટલ નંગ -૨૨ કિ.રૂ .૧૧,૯૬૦ /
( ૨ ) ઓલ સીઝન્સની બોટલ નંગ -૧૫ કિ.રૂ .9000 ( 3 ) લંડન હાઈની બોટલ નંગ -૮ કિ.રૂ .૩૨00
( ૪ ) બીયર ટીન નંગ -૪૨ કિ.રૂ .૪૨૦૦ /
( ૫ ) મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૧૦,૫૦૦ / કુલ કિ.રૂ .૩૫,૮૬૦ /
ઉપરોકત કામગીરીમાં શ્રી પી.એન.ઝીંઝુવાડીયા પોલીસ ઇન્સપેક્ટર ગાંધીધામ “ બી ” ડીવિઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ તનેરાજસિંહ ચૌહાણ તથા ભરતકુમાર ભાટી , પ્રવિણસિંહ જાડેજા , લાખાભાઈ ઘાંઘર તથા પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઈ મહેશ્વરી , પ્રદિપસિંહ ઝાલા , રવિભાઇ પરમાર નાઓ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .