ગાંધીધામ ખાતેથી ગેરકાયદેસ૨ ૨ીતે ચોરી / છળકપટથી મેળવેલ મોટરસાયકલ નંગ -૨ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
પુર્વ કચ્છ ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જેથી આજરોજ એમ.એન.રાણા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાની માં એલ.સી.બી ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ગાંધીધામ ઇમરજન્સી રીસ્પોન્સ સેંટરની પાછળ બાવળની ઝાડીમાંથી આધાર પુરાવા વગરનાં ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલો સાથે નીચે જણાવેલ ઇસમને પકડી પાડી મળી આવેલ મોટરસાયકલો સી.આર.પી.સી.કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામા આવેલ છે .
પકડાયેલ આરોપીનુ નામ –
જય રમેશભાઇ જોષી ઉ.વ. ૨૨ રહે . જૈન મંદિરની બાજુમાં કાઠડા તા.માંડવી
કબ્જે કરેલ મુદ્દામાલ :
( ૧ ) સ્પલેન્ડર પ્લસ મો.સા.જીજે – ૧૨ – બીએસ -૮૦૮૬ કિ.રૂ. ૧૫,૦૦૦ /
( ૨ ) હીરો કંપનીનું મો.સા.જીજે – ૧૨ – એએસ -૬૫૫૦ કિ.રૂ. ૨૫,૦૦૦ /
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે