गुजरात

Surat Cyber Crime: પાંડેસરાની યુવતીની પજવણી કરનાર રોમીયો નીકળ્યો સુરત પોલીસનો હોમગાર્ડ

પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને ઈન્સ્ટગ્રામ ઉપર અલગ-અલગ ફેક આઈડી બનાવી તેના પ્રોફાઈલ પીક્ચરમાં તેમજ સ્ટોરીમાં બિભત્સ ફોટોગ્રાફ પોસ્ટ કરવાની સાથે યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી (Death threat)ના મેસેજ કરવામાં આવ્યા હતા. જોકે આ યુવતીએ આ મામલે સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. જોકે પકડાયેલો યુવક સુરત પોલીસ (Surat Police)માં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા તેને આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ સામે કબૂલાત કરી હતી.

સુરતના પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી અને અલથાણમાં આવેલ મોલમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. ગત તા 14 ફેબુઆરીના રોજ રાનીïયાદો 47 નામની આઈ.ડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી બિભત્સ મેસેજ કર્યા હતા તથા મેસેજ કરી મળવા માટે બોલાવી નંબરની માંગણી કરી હતી. જેથી સંગીતાએ તેની આઈ.ડી ચેક કરતા પ્રોફાઈલ પીકચરમાં તેમજ સ્ટોરીમાં ફોટોગ્રાફ મુક્યા હતા. તેમજ સ્ટોરીમાં બીજા અન્ય ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યા હતા.

Related Articles

Back to top button