गुजरात

પ્રેમ પ્રકરણના ડખામાં યુવકે કાર સળગાવી દીધી, બાજુમાં પાર્ક કરેલો ટેમ્પો પણ સળગી ગયો

સુરત ના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડીરાત્રે બે દિવસ પહેલા એક ગાડી સળગી (car Fire) ગઈ હતી. જોકે ગાડીની બાજુમાં પાર્ક કરેલો ટેમ્પો પણ આગની ઝપેટમાં આવી ગયો હતો અને સળગી જવા પામ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ થઇ ગઇ હતી. આ ઘટનામાં પ્રેમ સંબંધની અદાવત રાખી પડોસીની ગાડી સળગાવી યુવકને ભારે પડયું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહે રામસિંગ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શનિવારે મધ્ય રાત્રિએ બે વાગ્યાના અરસામાં સોસાયટીમાં પાર્ક કરેલો તેનો ટેમ્પા સાથે બાજુમાં રહેતી અલટીકા ગાડી સળગવા લાગી હતી. મણિરાજની જાણકારી આપતા ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી આ મામલે તપાસ શરૂ કરતા ટેમ્પામાંથી કે તેમની ગાડી સળગાવવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરતાં પોલીસે નજીકમાં રહેલા સીસીટીવી ચેક કરવાના શરૂ કર્યા હતા.

Related Articles

Back to top button