गुजरात

અમદાવાદ : વરસાદનું બહાનું કરી પ્રેમી પ્રેમિકાને હોટલમાં લઈ ગયો, બીભત્સ ફોટા પાડી દુષ્કર્મ ગુજાર્યુ

અમદાવાદ: શહેરના એક પોલીસસ્ટેશનમાં એક યુવતીએ તેના જ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રેમિકાએ આક્ષેપ કર્યો છે કે યુવકે તેને લગ્નની લાલચો આપી હતી. પણ પહેલા તેણે મનાઈ કરી હતી. જેથી પ્રેમમાં પાગલ યુવકે પગના ભાગે બ્લેડો મારી યુવતીને લગ્ન સબન્ધ બાંધવા મજબુર કરી હતી. બાદમાં અવાર નવાર મળવા બોલાવતો હતો. એક વાર આ યુવતીને મળવા બોલાવી ત્યારે વરસાદ પડશે તેમ લાગે છે તેમ જણાવી હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બે બે વાર આ ઘટના બની ત્યારે તેના પ્રેમીએ યુવતીના ન્યૂડ ફોટો મોબાઈલમાં પાડયા હતા. અને બાદમાં લગ્ન ન કરવાનું કહી યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા  પોલીસે તપાસ શરૂ કરી છે.

સાબરમતી માં રહેતી 19 વર્ષીય યુવતી સાબરમતી માં જ આવેલી એક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલા તેની બહેનપણીએ તેની કીર્તિ સોલંકી નામના યુવક સાથે મિત્રતા કરાવી હતી. બાદમાં અનેક સમય બાદ બને વચ્ચેની મિત્રતા ગાઢ બની હતી અને એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બને એકબીજા સાથે ફોન અને મેસેજથી વાતો કરતા હતા. એક વાર કીર્તિએ આ યુવતીને કહ્યું કે “તું મને બહુ ગમે છે મારે તારી સાથે મેરેજ કરવા છે.” જોકે યુવતીએ આ બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં આ કીર્તિ યુવતીને ફોન મેસેજ પર લગ્ન કરવા દબાણ કરતો હતો.

Related Articles

Back to top button