गुजरात

અમદાવાદ: ઘરજમાઈ પતિની કરતૂત- પત્ની સામે જ પ્રેમિકા સાથે કરતો હતો ‘પ્રેમલીલા’

અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશન માં એક પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અવારનવાર તેને ત્રાસ આપતો હતો અને લગ્નના થોડા સમય બાદ તેને અન્ય એક સ્ત્રી સાથે આડાસંબંધ હતા. એટલું જ નહીં, તેણીની સામે જ તે પ્રેમિકા સાથે પ્રેમલીલા કરતો હતો. મહિલાના સાસરિયાઓ તેના દીકરાને કહેતા હતા કે, “બૈરાને હાથ નીચે રાખવાના, તો જ સીધા ચાલે”. મહિલાનો પતિ ઘરજમાઈ બનીને રહીને ત્રાસ આપવા લાગ્યો હતો અને મહિલાના પિતા પાસે બાઈક અને રિક્ષા લેવા માટે પૈસા પણ લીધા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલા એક ખાનગી મહિલા હૉસ્પિટલમાં નોકરી કરે છે. મહિલાએ એમ.એ સુધીનો અભ્યાસ કર્યો છે. મહિલાના લગ્ન વર્ષ 2013માં રાજસ્થાન ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ મહિલા તેના સાસરે રહેવા ગઈ હતી. જ્યાં તેના સાસરિયાઓએ એક મહિનો સારી રીતે રાખી હતી અને બાદમાં ઘરકામ બાબતે મહિલાનો વાંક કાઢી તેને કંઈ આવડતું નથી તેમ કહી ત્રાસ આપતા હતા. મહિલાનો પતિ પણ લગ્ન બાદ વારંવાર તેને કહેતો હતો કે, અમદાવાદ ખાતે તેના પિતાના ત્યાં રહેવા જઈએ. તે ઘરનો મોટો જમાઈ હોવાથી મિલકત ભાગમાં આવે એ પણ આપણે સાચવવું પડશે. જેથી મહિલા લગ્નના સાતેક મહિના બાદ તેના પતિ સાથે અમદાવાદ ખાતે આવી હતી અને રાણીપ ખાતે તેના માતા-પિતા સાથે રહેવા લાગી હતી.

Related Articles

Back to top button