વડોદરાના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિશ્વામિત્રીને પુનઃ જીવિત કરવાનો પ્રયાસ
વડોદરા: શહેરની કુદરતી ધરોહર સાથે વડોદરાની ઐતિહાસિક ઓળખ સમાન વિશ્વામિત્રી નદી પ્રાણવાયુ વગર મૃતપ્રાય બની હોવાનું ખુદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ (Gujarat Pollution Control Board ) સ્વીકાર્યું છે. જીપીસીબીના (GPCB) રિપોર્ટમાં અત્યંત ગંભીર બાબતોનો પણ ઘટસ્ફોટ થયો છે. વિશ્વામિત્રી નદી દૂષિત થવા પાછળ કોર્પોરેશનના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જવાબદાર હોવાનું પણ જણાવી કોર્પોરેશનને નોટિસ ફટકારવામાં આવી છે.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની ગાંધીનગર ખાતે ચેરમેન અને અન્ય અધિકારીઓ સાથેની સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના વિશ્વામિત્રી નદીના સંદર્ભના ચુકાદાના અમલ બાબતે વડોદરા શહેરના તમામ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટ્રીટેબીલીટી બાબતે GPCB વડોદરાની ઓફીસ દ્વારા તપાસ હાથ ધરાતા નવેમ્બર 2021 નો વિગતવાર અહેવાલ ‘ વિશ્વામિત્રી નદીના પ્રદૂષિત નદીના પટ સંદર્ભમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના STPs પરનો વિગતવાર અહેવાલ ‘ તૈયાર કરવામાં આવ્યો છે.