गुजरात

રાજ્યમાં આજથી મંદિર, હોટલ-જીમ, બગીચાના દ્વાર ઉઘડ્યા, જાણો શું-શું છૂટ મળશે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાવાયરસની બીજી લહેર અસ્તથવાની અણીએ છે. કોરોનાવાયરસના નવા કેસની સંખ્યા ખૂબ નજીવી થવા લાગી છે જેને જોતા રાજ્યની વિજય રૂપાણી સરકારે આજથી કેટલાક નિયમો હળવા કર્યા છે. આજે 11મી જૂનથી લઈને આગામી 26મી જૂન સુધી રાજ્યમાં અનેક નિયમો હળવા કરવામાં આવ્યા છે. આજથી મંદિરોના કમાડ ઉઘડ્યા, તો હોટલ્સ અને રેસ્ટોરાંમાં પણ સિટીંગ કેપેસિટીના 50 ટકા સાથે સાંજે 7.00 વાગ્યા સુધી ડાઇનિંગની છૂટ છે. જીમ-લાઇબ્રેરી, સલૂન, બ્યૂટી પાર્લરમાં પણ સાંજે 7.00 વાગ્યા સુધી એસઓપી સાથે સંચાલન કરવાની પરવાનગી આપવામાં આવી છે.

હોટલ્સ, રેસ્ટોરન્ટ :  રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.

જીમ- પરીક્ષાઓ :  જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે. રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.

Related Articles

Back to top button