गुजरात
ગુજરાતનાં આ વિસ્તારોમાં બે દિવસ છે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

રાજ્યમાં ચારેકોર ચોમાસું જામ્યું છે. ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાત અને આસપાસ સાયક્લોનિક સર્ક્યૂલેશન છવાયું છે જેના કારણે આજે અને આવતી કાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જણાવ્યું કે, 23 જૂન બાદ પાંચ દિવસ વરસાદની સંભાવના એકદમ ઓછી છે. મહત્ત્વનું છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 29 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.