गुजरात

અમદાવાદ: તમે પણ કોઇની પાસે ગાડી સાફ કરાવો છો? તો ચોક્કસ વાંચજો આ લૂંટનો લાલબત્તી સમાન કિસ્સો

અમદાવાદ: શહેરના નવરંગપુરામાં એક વેપારીને ડ્રાઇવર પર ભરોસો મૂકવો ભારે પડ્યો છે. બહારગામ જવાનું હોવાથી ગાડી સાફ કરવાનાં બહાને ડ્રાઇવર ચાંદીની મૂર્તિઓ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો છે. જે ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને ચાંદીની મૂર્તિનો વેપાર કરતા નિલેશભાઈએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓ ઘરેથી ચાંદીની મૂર્તિનો વેપાર કરે છે. અને જ્યારે પણ તેઓને બહારગામ જવાનું હોય ત્યારે છેલ્લા એક મહિનાથી મૂળ હરિયાણાના મનોજ ઉર્ફે મુકેશ યાદવને ડ્રાઇવર તરીકે લઈ જતા હતા.

24મી ફેબ્રુઆરીએ તેઓને ધંધા અર્થે બહારગામ જવાનું હોવાથી મુકેશ વહેલી સવારે તેમના ઘરે આવ્યો હતો. અને ગાડીની સાફ સફાઈ માટે ચાવી માંગી હતી. જોકે ફરિયાદીના પત્નીએ તેને ચાંદીની મૂર્તિ ભરેલો બેગ પણ ગાડીમાં મુકવા માટે આપી હતી.

Related Articles

Back to top button